________________
ગાથા-૯૧
૯૫
પર્યાયો પ્રગટ થાય છે. એ જીવની શુદ્ધ અવસ્થા છે, મુક્ત અવસ્થા છે. જેમ વાદળાંઓનો નાશ થતાં સૂર્ય-ચંદ્ર પ્રગટ થાય છે; તેમ રાગ, કર્મ, દેહ આદિ ટળતાં જીવનું અનંત જ્ઞાનાદિ તથા અવ્યાબાધ સુખરૂપ શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે.'
અશરીરી મુક્ત જીવને મોક્ષમાં તૃષા, ભૂખ વગેરે કોઈ પણ પ્રકારના ઉપદ્રવ રહેતા નથી. ભૂમિ, પાણી, હવા ઇત્યાદિની જરૂરિયાત રહેતી નથી, કારણ કે ત્યાં ફક્ત
જ્યોતિર્મય ચૈતન્ય જ છે, એકમાત્ર આત્મદ્રવ્ય જ છે, શરીર નથી. અનંત જ્ઞાન પ્રાપ્ત થયું હોવાથી સૂર્ય, ચંદ્ર ઇત્યાદિ પ્રકાશયુક્ત પદાર્થોની આવશ્યકતા પણ રહેતી નથી. મોક્ષમાં આત્માની સ્થિતિ અવ્યાબાધ છે. મોક્ષમાં સર્વ બાધાઓનો અભાવ હોય છે, કારણ કે આત્માના પોતાના ગુણો ત્યાં પૂર્ણપણે પ્રગટ થાય છે. મોક્ષ એ આત્માની પૂર્ણપણે વિકાસ પામેલી દશા છે.
મોક્ષનું નિરૂપણ બે પ્રકારે કરવામાં આવે છે - દ્રવ્યમોક્ષ અને ભાવમોક્ષ. દેહ, કર્મ આદિ પરદ્રવ્યનો આત્યંતિક વિયોગ થવો તે દ્રવ્યમોક્ષ છે અને રાગ-દ્વેષ-અજ્ઞાનનાં પરિણામોની નિવૃત્તિ થવી તે ભાવમોક્ષ છે. રાગ-દ્વેષ-અજ્ઞાનનાં પરિણામ કર્મબંધનાં મુખ્ય કારણો છે. જ્યારે આ ત્રણે અશુદ્ધ ભાવનો સંપૂર્ણ વિનાશ થાય છે ત્યારે સર્વજ્ઞપદ પ્રગટ થાય છે અને અખંડ અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. આ ભાવમોક્ષની અવસ્થા છે. આ ભાવમોક્ષના નિમિત્તથી જીવ અને કર્મનાં પરમાણુઓનું સર્વથા પૃથક્ થવું તે દ્રવ્યમોક્ષ છે. આમ, જે સર્વ કર્મોના નાશનું કારણ છે એવા આત્માનાં પરિણામ તેને ભાવમોક્ષ કહે છે અને સર્વ કર્મોનું આત્માથી સર્વથા જુદાં થવું તેને દ્રવ્યમોક્ષ કહે છે. જે
આમ, મોક્ષ પ્રાપ્ત કરવા માટે સર્વ વિકારોથી તથા સર્વ કર્મોથી રહિત થવું ઘટે છે. જ્યાં સુધી આત્મામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા ઇત્યાદિ વિકારો હોય છે; ત્યાં સુધી તેનો મોક્ષ થતો નથી. સકળ કર્મોને નષ્ટ કર્યા વગર કોઈ પણ આત્મા મોક્ષ પામી શકતો નથી. સકળ કર્મોનો ક્ષય એ જ મોક્ષનું એકમાત્ર કારણ છે. સ્વભાવના અવલંબન વડે સર્વ કર્મોનો ક્ષય થતાં આત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપમાં ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદ
સ્વામીકૃત ટીકા, ‘સર્વાર્થસિદ્ધિ', અધ્યાય ૧, સૂત્ર ૧ની ટીકા 'निरखशेषनिराकृतकर्ममलकलंकस्याशरीरस्यात्मनोऽचिन्त्यस्खाभाविकज्ञानादिगुणमव्याबाधसुखमात्यन्तिकमवस्थान्तरं मोक्ष इति।' ૨- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજી રચિત, ‘દ્રવ્યસંગ્રહ', ગાથા ૩૭
'सब्बस्स कम्मणो जो खयहेदू अप्पणो हु परिणामो । णेयो स भावमुक्खो दबविमुक्खो य कम्मपुहभावो ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org