________________
૯૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સ્થિત થાય છે અને પરમ શાંતિ પ્રાપ્ત કરે છે.
જીવ પોતે પોતાનો સ્વભાવ પ્રગટ કરીને, તેમાં જ રમમાણ થઈને આત્માથી પરમાત્મા બની શકે છે, નરથી નારાયણ બની શકે છે, જીવથી શિવ બની શકે છે. માટે જ્ઞાનસ્વભાવી આત્મામાં જ ઉપયોગ જોડવો કર્તવ્યરૂપ છે. ‘આત્મા જ્ઞાનસ્વભાવી છે, વિકાર ઉપાધિ છે તથા પ્રાપ્ત સંયોગો પર છે' એવો નિર્ણય કરવો એ મોક્ષનો પુરુષાર્થ છે. નિમિત્ત અને વિકાર ઉપરથી દૃષ્ટિ હટાવી સ્વભાવ તરફ દૃષ્ટિ કરવી એ સપુરુષાર્થ છે. બાહ્ય વલણ છોડવું અને અંતરવલણ કરવું એ સપુરુષાર્થ છે. સ્વભાવનો આશ્રય કરવારૂપ પુરુષાર્થ વડે આત્માનો ક્રમશઃ વિકાસ થતાં દેહાદિ બાહ્ય સંયોગોનો સર્વથા વિયોગ થાય છે તથા અંત વિનાના આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે.
જૈનમત અનુસાર આત્માનો પૂર્ણ વિકાસ થવો એ જ મોક્ષ છે. આત્મા એકાએક મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી, પરંતુ ક્રમશઃ પોતાનો વિકાસ સાધતો જઈ પૂર્ણત્વને પ્રાપ્ત કરે છે. તેનો આધ્યાત્મિક વિકાસ ક્રમશઃ થાય છે. જૈન દર્શનમાં આધ્યાત્મિક વિકાસનું પ્રતિપાદન અત્યંત સૂક્ષ્મતાથી અને સ્પષ્ટપણે કરવામાં આવ્યું છે.
આત્મવિકાસમાં મિથ્યાત્વ સૌથી મોટો અવરોધ છે. આત્મા જ્ઞાનસ્વભાવી છે, જાણવું-જોવું તેનું કાર્ય છે, પરમાં ફેરફાર કરવા એ તેનું કાર્ય નથી એવી યથાર્થ પ્રતીતિ થતાં મિથ્યાત્વ દૂર થાય છે અને સમ્યગ્દશર્ઘન પ્રગટ થાય છે; દર્શનમોહનીય કર્મ ટળતાં જીવ ચોથા ગુણસ્થાને આવે છે. સ્વભાવની ખુમારીના બળ વડે આત્મસ્થિરતા વધતાં જીવ પાંચમાં ગુણસ્થાને આવે છે. તેનાથી વિશેષ આત્મસ્થિરતા થતાં સર્વવિરતિરૂપ ચારિત્રદશા પ્રગટે છે અને તે છઠ્ઠા-સાતમા ગુણસ્થાને આવે છે. છઠ્ઠાસાતમાં ગુણસ્થાને આત્મસ્થિરતામાં વિપ્નભૂત એવા કષાય-નોકષાયરૂપ ચારિત્રમોહનો પરાજય કરવાના પુરુષાર્થમાં તે પ્રવર્તે છે. આત્મસ્થિરતા નિરંતર વધતી રહે તેમ પ્રવર્તતાં, ચારિત્રમોહનો સર્વથા ક્ષય કરે એવાં બળવાન પરિણામની શ્રેણી મંડાય છે, જેમાં નિરંતર અધિકાધિક વધતાં જાય એવાં અપૂર્વ કરણ - પરિણામ પ્રગટે છે અને ત્યારે આઠમું અપૂર્વકરણ ગુણસ્થાન જીવને પ્રાપ્ત થાય છે.
જીવ જ્યારે સાતમા ગુણસ્થાનથી આગળ વધે છે ત્યારે તે આત્મ-અનુભવની ગહનતામાં વધુ ને વધુ ઊંડો ઊતરે છે અને ધર્મધ્યાનથી આગળ જઈ શુક્લધ્યાનમાં પ્રવેશ કરે છે. આઠમા, નવમા, દસમા ગુણસ્થાનોમાં ધર્મધ્યાનનું માધ્યમ હોતું નથી - રહેતું નથી. બુદ્ધિપૂર્વકના વિકલ્પ તો સમાપ્ત થઈ ગયા હોય છે. અત્યંત અલ્પ અબુદ્ધિપૂર્વકના વિકલ્પ શેષ રહ્યા હોય છે, જેના કારણે જ્ઞાનોપયોગમાં અબુદ્ધિપૂર્વક જ શેય પદાર્થોની અને મન-વચન-કાયાની પ્રવૃત્તિની સંક્રાંતિ એટલે કે પરિવર્તન થતું રહે છે. આ વિકલ્પો સૂક્ષ્મ રાગજન્ય છે. જેટલા પ્રમાણમાં રાગ બચ્યો હોય છે તેટલા પ્રમાણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org