________________
८४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આમ, પ્રબળ પુરુષાર્થ વડે જ્યારે જીવ સર્વ કર્મનો ક્ષય કરી, સિદ્ધદશા પ્રાપ્ત કરે છે ત્યારે દેહાદિ સંયોગ તથા સાંસારિક દુ:ખનો સદાને માટે નાશ થાય છે અને આત્માનાં અનંત સુખનો અનુભવ થાય છે. સિદ્ધસ્વરૂપી એવું મોક્ષપદ શાશ્વત પદ છે, એટલે તે પ્રાપ્ત કર્યા પછી જીવને ફરીથી જન્મ-મરણરૂપ સંસારમાં આવવું પડતું નથી. અનંત કાળ સુધી તે શુદ્ધ પૂર્ણ આનંદ ભોગવે છે. આમ, શ્રીગુરુએ પૂર્વની ગાથામાં શુભાશુભ ભાવથી છૂટવારૂપ ભાવમોક્ષનું પ્રતિપાદન કર્યું હતું અને આ ગાથામાં દેહાદિ સંયોગથી છૂટવારૂપ દ્રવ્યમોક્ષનું નિરૂપણ કર્યું છે.
ત જીવના શુભાશુભ ભાવના નિમિત્તથી પુદ્ગલકર્મનો બંધ થાય છે અને તે વિશેષાર્થ :
કર્મના ફળરૂપ મનુષ્યાદિ ગતિઓમાં તેનું પરિભ્રમણ થાય છે. જ્યાં જ્યાં જીવ જન્મ ધારણ કરે છે, ત્યાં ત્યાં તેને દેહ તો મળે જ છે. અનંત કાળથી આજ સુધીમાં, એકેન્દ્રિયપણાથી લઈને પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થયું છે, ક્યારેક મનની પણ પ્રાપ્તિ થઈ છે; પરંતુ આ સર્વ સંયોગો આયુષ્ય પૂર્ણ થતાં નિયમપૂર્વક જીવથી છૂટા પડી જાય છે. જ્યાં સુધી જીવને દ્રવ્યકર્મનો સંયોગ રહે છે, ત્યાં સુધી જીવ ફરી નવો જન્મ ધારણ કરે છે અને પોતાનાં કર્મ અનુસાર તેને ભિન્ન ભિન્ન પ્રકારના દેહાદિનો સંયોગ થાય છે. આમ, દેહાદિનો સંયોગ અને વિયોગ જીવે અનંત વાર કર્યો છે અને આ રીતે અનાદિ કાળથી તે સંસારમાં પરિભ્રમણ કરતો રહ્યો છે.
દેહાદિ સંયોગનો વિયોગ તો જીવને પૂર્વે અનંતી વાર થયો છે, પરંતુ જ્યારે તેનો આત્યંતિક વિયોગ થાય છે, અર્થાત્ દેહાદિ ફરી પાછા રહણ ન થાય એવો અપુનર્ભાવથી સદાને માટે વિયોગ થાય છે, તે સ્થિતિને મોક્ષ કહેવાય છે. દેહાદિનો ફરીથી કોઈ પણ કાળે સંયોગ ન થાય એવા શાશ્વત અને આનંદમય પદની પ્રાપ્તિ થવી તે જ મોક્ષ છે.
કર્મનો સંપૂર્ણ નાશ થયા પછી શરીરની વર્તમાન સ્થિતિ ટકવા માટે કોઈ જ કારણ બાકી રહેતું નથી અને નવા શરીરને ધારણ કરવા માટે પણ કોઈ જ કારણ બાકી રહેતું નથી, માટે આયુષ્યના અંતે વર્તમાન શરીરનો વિયોગ થાય છે અને નવું શરીર પ્રાપ્ત થતું નથી. સદાકાળ માટે જન્મ-મરણરહિત અવસ્થા પ્રાપ્ત થાય છે. આ રીતે કર્મોનો ક્ષય થયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
જીવ વડે દેહાદિનો આત્યંતિક ત્યાગ કરાય છે ત્યારે તેના આત્મપ્રદેશો અંશમાત્ર પણ ઓછા થતા નથી. સંસારના બીજભૂત રાગ-દ્વેષાદિને છોડતાં નિર્મળ જ્ઞાનપર્યાય પ્રાપ્ત થાય છે, પણ અસંખ્ય આત્મપ્રદેશોમાંથી એક પણ પ્રદેશ છૂટો પડતો નથી. તાત્પર્ય એ છે કે આત્માનો એક પણ પ્રદેશ ઓછોવત્તો થતો નથી, પણ રાગાદિ પર્યાયોનો પૂર્વે જે આવિર્ભાવ હતો, તે પર્યાયોની ઉત્પત્તિ અટકે છે અને અનંત જ્ઞાનયુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org