________________
ગાથા-૯૦ પરમાત્મસ્વરૂપ તરફ વળ્યો નથી. સાંસારિક પ્રવૃત્તિઓ છોડી જીવ ક્યારેક ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ વળ્યો, પરંતુ ત્યારે પણ તે સ્વરૂપને તો ચૂકી જ ગયો. ક્યારેક પરિણામોના અવલોકનમાં પણ પ્રવૃત્તિ કરી, પરંતુ ત્યાં પણ તે ક્ષણિક પર્યાયમાં જ અટકી ગયો. પરમાંથી પર્યાય સુધી આવ્યો પણ પોતાના પરમાત્મસ્વરૂપની ઓળખાણ ન કરી. તેથી તે પોતાને દીન, હીન, અપરાધી જ માનતો રહ્યો. જીવ પોતાને ગમે તેવો દરિદ્ર, પાપી, અધમ માને; તેનું સ્વરૂપ તો પરમાત્મા સમાન શુદ્ધ, બુદ્ધ, પૂર્ણ જ છે. તે ભલે પોતાને કામી, કપટી, ક્રોધી માને; તે પરમાત્મસ્વરૂપ જ છે. તેની એ પામર પર્યાય વખતે પણ ત્રિકાળી પ્રભુ તો પૂર્ણ સ્વરૂપે બિરાજમાન જ છે. જીવ બેહોશ રહે તેથી કંઈ તેનું સ્વરૂપ નષ્ટ થતું નથી. તેનું પરમાત્મસ્વરૂપ કદી પણ નષ્ટ થયું જ નથી.
જીવે પોતાનું પરમાત્મસ્વરૂપ કદી ખોયું જ નથી. પરંતુ અજ્ઞાનીને એમ લાગે છે કે જાણે પરમાત્મસ્વરૂપ ખોવાઈ ગયું છે અને તેની શોધ કરવાની છે. સત્ તેનાથી જુદું નથી, દૂર નથી; પરંતુ જીવને જુદું લાગે છે, દૂર લાગે છે અને તે જ તેનો મોહ છે, તેની મૂઢતા છે. જીવ ભ્રાંતિમાં છે. તે એમ માની બેઠો છે કે ‘સત્ ખોવાઈ ગયું છે, હજી સુધી પ્રાપ્ત થયું નથી. તે કશે દૂર રહ્યું છે, તેને પ્રાપ્ત કરવાનું છે. વાસ્તવમાં આ શોધની ભાંતિ જ્યારે છૂટે છે ત્યારે જ સત્ની પ્રાપ્તિ થાય છે.
જે ખોવાયું હોય તેને શોધી શકાય, પરંતુ પરમાત્મસ્વરૂપને શું કોઈ ખોઈ શકે ખરું કે જેથી તેને શોધવું પડે? જે ખોવાઈ શકે તે જીવનું સ્વરૂપ ન હોઈ શકે. સ્વરૂપ તે જ કે જે ત્રિકાળ ટકે, જે સતત સાથે હોય; તેથી સ્વરૂપ ખોવાઈ તો ન જ શકે. હા, જીવને સ્વરૂપનું વિસ્મરણ થઈ ગયું હોય એવું બની શકે છે અને એમ જ બન્યું છે. માટે જીવે સ્વસ્વરૂપનું જ્ઞાન કરવાનું છે, સ્મૃતિ કરવાની છે. કોઈ મનુષ્યના ગળામાં સોનાનો હાર છે. તે મનુષ્ય એ હાર ક્યાં છે એ ભૂલી જઈ અહીં તહીં, બહાર શોધે છે, પણ તેને હાર મળતો નથી. જ્યારે કોઈ જાણકાર વ્યક્તિના કહેવાથી તેને ખબર પડે છે કે પોતે જે હાર શોધી રહ્યો છે તે બીજે કશે નહીં પણ તેના પોતાના ગળામાં જ છે ત્યારે તેનું અજ્ઞાન દૂર થવાથી તે પ્રસન્નતા અનુભવે છે. જીવ પરમાત્મસ્વરૂપી જ છે, પરંતુ અજ્ઞાનવશ જીવ એ ભૂલી જઈ પરમાત્માને બહાર શોધતો ફરે છે. સદ્ગુરુના ઉપદેશ વડે વિવેકજ્ઞાન પ્રાપ્ત થવાથી અને અજ્ઞાન દૂર થવાથી પરમાત્મસ્વરૂપમાં એકતા કરી તે પ્રસન્ન થાય છે.
પોતાનું જે ત્રિકાળ સ્વરૂપ છે, પણ જેનું વિસ્મરણ થઈ ગયું છે, તેનું સ્મરણ થવું, અનુસંધાન થવું એ જ મોક્ષનો ઉપાય છે. જેમ ભરવાડને ત્યાં ઊછરેલો કોઈ રાજકુમાર પોતાને ભરવાડ માની લે છે, પરંતુ સત્ય હકીકતનું ભાન થતાં તે પોતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org