________________
७८
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
રાજપુત્ર જ માને છે; તેમ પરમાત્મસ્વરૂપ એવા આત્માને નિજસ્વરૂપ સંબંધી ભ્રમ છે, પરંતુ જ્ઞાન દ્વારા તે ભમની નિવૃત્તિ થતાં શુભાશુભ ભાવ છેદાય છે અને પરમાત્મસ્વરૂપ આત્મા પર્યાયમાં પરમાત્મા બને છે.
જીવ અને પરમાત્મા બે જુદા નથી, એક જ છે. જીવ અને પરમાત્મામાં કોઈ અંતર જ નથી. જીવ પરમાત્મસ્વરૂપ જ છે. તે સ્વયં જ પોતાની મંજિલ છે, એટલે જો તે કોઈ પણ માર્ગે બહાર પ્રયાણ કરશે તો તે પોતાથી દૂર જ જશે. મંદિરમાં ભગવાન ગભારામાં બિરાજમાન હોય છે. જેમાં તેમનાં દર્શન કરવા માટે વ્યક્તિ ગભારા તરફ જાય છે, તેમ પોતાના અંતરગભારામાં બેઠેલા ભગવાનને મળવું હોય તો જીવે અંતર્મુખ થવું જોઈએ. તેને બહાર યાત્રા કરવાની જરૂર નથી, અંદર જવાની જરૂર છે.
અંતર્યાત્રા કરવી હોય તો જીવે સૌથી પહેલાં એ નિર્ણય કરવો પડશે કે પોતાનું ખરું સ્વરૂપ શું છે. તેણે પોતાના ચૈતન્યસ્વભાવને બધા પદાર્થોથી, સંબંધોથી, શરીરથી, વિચારોથી, શુભાશુભ વિકારી ભાવોથી ભિન્ન જાણવો પડશે. પહેલાં સર્વ સંયોગો અને સંબંધોમાં સ્થાપેલું મારાપણું હટાવવું જોઈએ. ત્યારપછી એકક્ષેત્રાવગાહે રહેલ શરીર સાથે તાદાભ્ય તોડવું જોઈએ. ‘આ જડ શરીરરૂપ સંયોગી તત્ત્વથી ભિન્ન હું તો જ્ઞાનધારક, ચૈતન્ય, અસંયોગી, શાશ્વત પદાર્થ છું' એવો દૃઢ નિર્ણય કરવો જોઈએ. એ જ રીતે વિચારથી પણ તાદાભ્ય તોડવું જોઈએ, ત્યારપછી પલટાતી ભાવદશાથી પોતાનું ભિન્નપણું ચિંતવવું જોઈએ. ‘શુભાશુભ ભાવ તો પળે પળે પલટાય છે. હું તો તેનાથી ભિન્ન ત્રિકાળ ધુવ તત્ત્વ છું' - આવું ભાસતાં તેને પલટાતી શુભાશુભ દશાથી પર એવા ભગવાન આત્માની પ્રાપ્તિ થાય છે. તેના સ્વાધીન સુખામૃતની રસધાર ઊમટે છે.
જન્મોજન્મથી જીવ ભટકે છે છતાં તેને અપૂર્વની પ્રાપ્તિ થઈ નથી. તેનું કારણ એ છે કે તેણે કદી સ્વરૂપની સમજણ કરી નથી, સ્વરૂપાનુસંધાનનો પ્રયત્ન કર્યો નથી, સ્વરૂપનો આશ્રય લીધો નથી. અનાદિથી સ્વનું વિસ્મરણ થયું હોવાથી પરમાં તાદાભ્ય થયું છે. સ્વરૂપની જાગૃતિ વડે આ અનાદિનો તાદાભ્ય અભ્યાસ તૂટે છે. પરમાં તન્મય ન થતાં શુદ્ધ દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરતાં પરમાત્મા પ્રગટ થાય છે. માટે સત્પરુષોના બોધથી સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ અને સમસ્ત પરદ્રવ્ય અને પરભાવ ઉપરથી દષ્ટિ હટાવી તેને શુદ્ધ સ્વરૂપમાં કેન્દ્રિત કરવી જોઈએ. આ અભ્યાસ નિયમિતપણે કરતા રહેવાથી સફળતા નિશ્ચિતપણે મળે છે.
અજ્ઞાનીને લાગે છે કે આ કાર્ય અત્યંત કઠિન છે. જન્મોજન્મથી થયું નથી, તેથી તેને એવો મિથ્યા ખ્યાલ બંધાઈ ગયો છે કે આ કાર્ય અત્યંત કઠિન છે. સતુની ઉપલબ્ધિ તેને અત્યંત દુઃસાધ્ય લાગે છે. આમાં મૂળ દોષ સમજણનો છે, સત્ અંગેની માન્યતાનો છે. જીવ અને સત્યની વચ્ચે કોઈ ઉન્નત પહાડ કે અગાધ ખાઈ નથી કે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org