________________
૭૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મલિન પર્યાય તો આત્માનું સ્વરૂપ નથી જ; પરંતુ જીવની શુદ્ધ નિર્મળ પર્યાયની ખતવણી પણ આત્મસ્વરૂપમાં થતી નથી. તેનું કારણ એ છે કે એ પર્યાય શુદ્ધ હોવા છતાં ત્રિકાળી નથી, નવીન ઉત્પન્ન થયેલ છે. આત્મસ્વરૂપ એ ક્ષણિક સત્ નથી, પણ ત્રિકાળી સત્ છે.
ત્રિકાળી ચૈતન્યસ્વરૂપ એક દર્પણ જેવું છે કે જે બધું જ પ્રતિબિંબિત કરે છે. દર્પણની આગળ જે, જેવા સ્વરૂપે આવે; તેને, તેવા સ્વરૂપે દર્પણ પ્રતિબિંબિત કરે છે. માણસ પીઠ કરીને ઊભો રહે કે સન્મુખ થઈને, એમાં દર્પણને શું? એનો ધર્મ એટલો જ છે કે દરેક પદાર્થને તથારૂપ પ્રતિબિંબિત કરવો. તેમ જીવની પર્યાય, ત્રિકાળી દ્રવ્યની સન્મુખ હોય કે વિમુખ, એમાં ત્રિકાળીને શું? એ તો દર્પણરૂપ છે. એ તો જીવની સમગ્ર વાસ્તવિકતાને પૂરેપૂરી પ્રતિબિંબિત કરી દે છે. જ્ઞાયક સ્વરૂપની સામે શુભાશુભ ભાવો, વિચારો કે ઘટનાઓ ઘટવા છતાં જ્ઞાયકસ્વરૂપમાં તો કાંઈ જ ઘટતું નથી. દૃશ્ય ઊઠે છે અને મટે છે પણ દ્રષ્ટા એક જ ભાવમાં રહે છે.
આત્મા સદા જ્ઞાયકરૂપ જ છે. ચૈતન્યસ્વરૂપ તો આકાશ જેવું શુદ્ધ છે, સ્વચ્છ છે, નિર્લેપ છે. આકાશમાં કાળાં-ધોળાં વાદળાંઓ ફરે છે, વીજળીઓ ચમકે છે, ઇન્દ્રધનુષ રચાય છે, છતાં આકાશને તેનાથી કોઈ ફરક પડતો નથી. તે ન કાળું થાય છે, ન ધોળું થાય છે, ન ભીનું થાય છે, ન સૂકું થાય છે, ન ચમકે છે, ન રંગબેરંગી થાય છે. વાદળાં, વીજળી કે ઈન્દ્રધનુષની કોઈ રેખા આકાશમાં રહેવા પામતી નથી. એ તો અસ્પષ્ટ જ રહે છે. તે જ પ્રમાણે આત્મા પણ સર્વથી અસ્પષ્ટ જ રહે છે.
સ્ફટિક રત્ન સ્વચ્છ હોવા છતાં તેની બાજુમાં જો લાલ ફૂલ હોય તો તે રત્ન લાલ દેખાય છે, પણ જે વિવેકી છે તે તો સ્પષ્ટ જાણે છે કે સ્ફટિક સ્વચ્છ છે, લાલ નથી. તે સ્ફટિકને સ્ફટિકરૂપે જાણે છે, ફૂલથી સ્ફટિકને ભિન્ન જાણે છે, લાલ દેખાતા સ્ફટિકનું સાચું સ્વરૂપ તેને ખબર હોય છે. પરંતુ સ્ફટિક અને ફૂલની ભિન્નતાનો વિવેક જેને નથી, તે આ બન્નેના સંયોગમાં તાદાભ્ય કલ્પી લે છે. તેમ વિવેકી જીવ દશ્યથી દ્રષ્ટાને ભિન્ન જાણે છે, દશ્ય જોતી વખતે શુદ્ધ ચૈતન્યસ્વરૂપના ભાનમાં રહે છે, તેથી તેનામાં એક રૂપાંતરણ ઘટિત થાય છે, એક ક્રાંતિ સર્જાય છે; જ્યારે દેહ તથા ક્રોધાદિના સંગે અજ્ઞાની જીવ પોતાનું સ્વચ્છ - અબદ્ધસ્પષ્ટ સ્વરૂપ ભૂલી, નિકટ થઈ રહેલ ઘટના સાથે તાદામ્ય સાધે છે, તેમાંથી પોતાની એક ખોટી ઓળખ ઊભી કરે છે અને ભટકી જાય છે.
કર્મકૃત વ્યક્તિત્વ એ આત્માનું સ્વરૂપ નથી. આત્મા તો મોક્ષસ્વરૂપી છે. તેનું સ્વરૂપ પરમાત્મા સમાન પૂર્ણશુદ્ધ જ છે. પરંતુ પોતાના સ્વરૂપની ઓળખાણ ન હોવાથી તે પોતાને દેહરૂપે, રાગરૂપે માને છે. અનાદિ કાળથી જીવનો જ્ઞાનોપયોગ તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org