________________
ગાથા-૯૦
૭૫ રહી હોવા છતાં પણ તે સ્વભાવભૂત નથી. આત્માર્થી જીવ પોતાનામાં તે ઉપાધિને અવલોકે છે, પોતાની પર્યાયમાં થતાં વિકારી ભાવોને જાણે છે અને તે જ કાળે પોતાના નિરુપાધિક શુદ્ધ સ્વભાવનો નિશ્ચય વર્તતો હોવાથી તે સ્વભાવ તરફ ઝૂકતો જાય છે તથા શુભાશુભ ભાવની પરંપરાને તોડતો જાય છે. શુભાશુભ ભાવની પરંપરા તૂટતાં કર્મબંધન પણ છૂટતાં જાય છે. શુદ્ધ સ્વભાવ તરફ ઝૂકેલા જીવને શુભાશુભ ભાવો અત્યંત ક્ષીણ થયા હોવાથી તે પૂર્વબંધનથી છૂટતો જાય છે, તેને નવું બંધન થતું નથી અને તેથી તે મુક્ત થાય છે.
જો જીવ સ્વભાવની દૃષ્ટિ કરે તો તેનો વિકારરૂપી રોગ મટે છે. પરંતુ જો જીવ પોતાને વિકાર જેટલો જ માને અને પોતાના વિકારરહિત સ્વભાવને ઓળખે નહીં તો તેનો વિકાર ટળતો નથી. તેથી સૂક્ષ્મ વિચારણા કરી દઢ નિર્ણય કરવો ઘટે છે કે આત્માના સ્વરૂપમાં વિકાર છે જ નહીં. આત્માનો સ્વભાવ શુદ્ધ છે અને માત્ર તેની અવસ્થામાં વિકાર છે. અવસ્થામાં થતો વિકાર તે પોતે કરે છે. પોતાના દોષથી વિકાર થાય છે અને તેમાં તેનાં પોતાનાં કર્મો નિમિત્ત બને છે. આમ, પોતાના શુદ્ધ સ્વભાવને અને અવસ્થાના વિકારને યથાર્થ જાણી, પોતાના જ્ઞાનમાં શુદ્ધ સ્વભાવની મુખ્યતા અને અવસ્થાની ગૌણતા કરતાં જીવની અનાદિની ભૂલ ટળે છે.
જીવ આત્માને માને પણ એના પરિણમનને ન માને તો તેની ભૂલ ટળે નહીં. તે આત્માને માને અને એના પરિણમનને પણ માને, પણ પરિણમનમાં ભૂલ છે એમ ન માને તોપણ ભૂલ ટળે નહીં. તે આત્માને માને, એના પરિણમનને માને અને એના પરિણમનમાં ભૂલ છે એમ પણ માને, પરંતુ ભૂલરહિત શુદ્ધ સ્વરૂપને ન માને તોપણ ભૂલ ટળે નહીં. તે આત્માને માને, એના પરિણમનને માને, એના પરિણમનમાં ભૂલ છે એમ માને અને તેના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં ભૂલ નથી એમ જાણીને ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું અવલંબન લે તો જ ભૂલ ટળે.
જેમ એક પિતા હોય, તેમને બે પુત્રો હોય - એક કમાઉ અને એક ઉડાઉ તથા ઘરમાં એક નોકર પણ હોય; તે પિતા દરેકને જુદા જુદા જાણે છે. પિતા એમ માનતા નથી કે હું જ પુત્ર છું, અને તે બન્ને પુત્રોને પણ સમાન માનતા નથી. તેઓ કમાઉ પુત્રને આદરણીય (ઉપાદેય) અને ઉડાઉ પુત્રને છોડવા યોગ્ય (હેય) માને છે તથા નોકરને ન તો તેઓ હેય માને છે કે ન ઉપાદેય, માત્ર પરરૂપે માને છે. તેમ આત્મામાં જે ત્રિકાળી શુદ્ધ સ્વભાવ છે તે પિતારૂપ છે. આત્મા એક પર્યાય જેટલો નથી પણ ત્રિકાળી છે. નિર્મળ મોક્ષદશા આદરણીય છે; વર્તમાન મલિન અવસ્થા ટાળવા જેવી છે અને કર્મ તો માત્ર પરરૂપ છે, શેયમાત્ર છે.
જીવની મલિન પર્યાય ત્રિકાળી નથી. તે એક સમયની મહેમાન છે; માટે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org