________________
૪૮
આત્મા-સહિત શરીરધારી વિષે વાત કરવાની હશે, ત્યાં જીવ શબ્દ વાપરીશું.
આ ઉપરથી–આત્માના જ્ઞાનાદિક ગુણે વિષે વિચાર કરે, તે આત્મા-સ્વરૂપ ગણાય છે.
પૃથ્વીકાયાદિક ભેદે, શરીર, અવગાહના વગેરે વિષે વચાર કરે, તે જીવ–સ્વરૂપ સમજવું ગણાય છે. આ પ્રકરણમાં ખાસ કરીને જીવનું સ્વરૂપ કહેવામાં આવેલ છે.
જો કે–ખરી રીતે શરીરમાં રહેલે આત્મા પદાર્થ જીવ છે તે પણ આત્મા-સહિત શરીરને પણ વ્યવહારથી જીવ કહેવામાં આવે છે. આત્મા મરતે નથી. ચેતન વગરના એકલા જડ શરીરના મરણને પણ સંભવ નથી. તે પણ “કીડી મરી ગઈ” એવે વ્યવહાર લેકમાં પ્રર્વતે–છે, તે આત્મા સહિત કીડીના આકારના શરીરને જીવ ગણીને શરીર અને આત્માને જુદા થવાની ક્રિયાને મરણ ગણુને કીડીના મરણને વ્યવહાર કરવામાં આવે છે.
તમારા આખા શરીરમાં આત્મા ફેલાઈ રહે છે. પરંતુ તમારા વાળ, નખના કાળા ભાગ, દાંતની અણીઓ વગેરેમાં આત્મા નથી. એટલે તે કાપતાં તમને દુઃખ થતું નથી. તેમજ નાક, કાન, મેટું, પેટ વગેરેના પિલાણેમાં પણ આત્મા નથી, બાકી સર્વ ઠેકાણે છે. માટે જીવ તમે છે. તે પ્રમાણે બીજા અનંત જીવે છે. ઝાડે વગેરે પાણીથી ભૂખ મટાડે છે, તેથી તે પણ જીવે છે, તે પ્રમાણે ખાતા–પીતા, જતા-આવતા, રેતાબોલતા-નાસતા-ભાગતા ઘણા જ જોવામાં આવે છે. જે શરીરમાં ચેતના હોવાનું જાણવામાં આવે, તેને જીવ ગણવા. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org