________________
ના૨નાં વિદને દૂર થાય છે. વિદને દૂર કરવા માટે હૃદયના ભાવથી કરેલું ભાવમંગલ પ્રકરણની શરૂઆતમાં-મંગલાચરણ કરવાના શિષ્ટ પુરુષના આચારની પ્રવૃત્તિ શિષ્યમાં પણ શરૂ રહેવી જોઈએ, એમ સમજાવવા માટે–ગાથારૂપે લખવામાં આવેલું છે.
૨. જીવનું કાંઈક સ્વરૂપ–એ પદમાં, આ પ્રકરણમાં જેને વિચાર કરવાનું છે, તે વિષય જણાવ્યું છે.
. જેમ પૂર્વના આચાર્યોએ કહ્યું છે તેમ–આ પદેથી, માત્ર પોતાના મનની કલપનાથી ન કહેતાં “પૂર્વના આચાર્યોએ એમ કહ્યું છે, અને પિતાને પણ આચાર્ય પર, પરાએ પોતાના ગુરુ મારફત જે પ્રમાણે જીવના સ્વરૂપનું જ્ઞાન મળ્યું છે તે પ્રમાણે કહેવાનું છે. એથી પ્રકરણને ગુરુપરપરાને સંબંધ જણાવેલ છે.
૪. અજ્ઞાન છાને સમજાવવા–એ પદેથી આ પ્રકરણ રચવાનું પ્રયોજન જણાવ્યું છે. બીજા મોટા ગુંથેમાંથી અજ્ઞાન જીવે સમજી ન શકે, માટે આ નાનું પ્રકરણ રચવું પડ્યું છે.
૫. અજ્ઞાન –એ પદેથી, જૈનધર્મ ઉપર શ્રદ્ધાવાળા હેય, જીવવિચારથી અજાણ છતાં જીવવિચાર જાણવાની ઈચ્છાવાળા હોય, તેવા જીવે આ પ્રકરણ ભણવાના અધિકારી હોવાનું સૂચવ્યું છે.
જીવ અને આત્મા શબ્દો–આ બનેય શબ્દ એક જ અર્થવાળા હોવા છતાં, તેને વપરાશ સામાન્ય રીતે જુદી જુદી રીતે કરવામાં આવે છે. તે ઉપર ખાસ ખ્યાલ રાખવે.
કીડી વગેરેના કે આપણા શરીરમાં રહેલે શુદ્ધ જીવ પદાર્થ સમજાવ્યું હશે, ત્યાં આત્મા શબ્દ વાપરીશું. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org