________________
દશમી આવૃત્તિની પ્રસ્તાવના
– ––––– નવમી આવૃત્તિની ૩૦૦૦ નકલે ખલાસ થતાં આ દશમી આવૃત્તિ પ્રકટ કરવામાં આવે છે.
ફક્ત મૂળગાથા ભાવાર્થ સાથે સમજી લેવા માટે શરૂઆતમાં ગોઠવણ છે. તે ઉપરથી જ જેના ભેદો, છુટા બેલે, વગેરે સમજવાને ભેદોને કોઠે, છૂટા બોલ, નામે વગે છે. પછી પાંચ દ્વારનું યંત્ર અને સમજ છે. પછી પ્રકરણમાં આવતાં શાસ્ત્રીય વખત તથા લંબાઈના માપનાં કેપ્ટકે છે. તથા કેટલાક પર્યાય શબ્દ તથા વધુ પ્રચલિત શબ્દ અર્થ સાથે આપ્યા છે.
પછી સંબંધ સાથે શબ્દાર્થ, ગાથા, અન્વય, ગાથાર્થ અને સામાન્ય વિવેચન સમજવા માટે આખું પ્રકરણ ફરીથી આપેલ છે. પછી વિશેષ વિવેચન, સંસ્કૃત છાયા, મુનિ મહારાજશ્રી દક્ષવિજયજી વિરચિત પદ્યાનુવાદ છેલ્લે આપેલ છે.
જળબિંદુઓમાં ત્રસ જીવે, અઢીદ્વીપ, જંબૂદ્વીપ અને ચૌદ રાજકના ચિત્રો તૈયાર કરાવી મૂક્યાં છે. એકંદર અનેક રીતે વિવેચનાત્મક સમૃદ્ધિથી ગ્રંથ પુષ્ટ કરેલ છે. છેલ્લી આવૃત્તિમાં પણ ઘણું સુધારા-વધારા કર્યા છે.
આ પ્રકરણના રચયિતા શ્રીમાન શાંતિસૂરિજી છે.એમ ઉક્ત પ્રકરણની પ્રાંતે આવેલી ગાથા ઉપરથી સ્પષ્ટ થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org