________________
૧૫૬
ગાથા ૨૩, અકર્મક ભૂમિઓમાં યુગલિક મનુ રહે છે, તેઓનું આયુષ્ય અસંખ્યાતા વર્ષનું હોય છે. હિમવંત અને હિરણ્યવંતમાં શરીર એક ગાઉ અને આયુષ્ય એક પોપમનું હોય છે, ત્યાં જ ત્રીજો આરે હોય છે. તેઓને એકાંતરે આંબળા જેટલો આહાર કરવાની ઈચ્છા થાય છે. પિતાના યુગલિકસંતાનનું ૭૯ દિવસ પાલન કરે છે.
હરિવર્ષ અને રમ્યક્ષેત્રમાં બમણું આયુષ્ય અને બમણું ઊંચાઈ છે. ત્યાં સદા બીજે આરે હોય છે. બે દિવસને આંતરે બેર જેટલા આહારની ઈચ્છા થાય છે. ૬૪ દિવસ સંતાનોનું પાલન કરે છે. દેવકરુ અને ઉત્તરકસમાં ત્રણ ગાઉ ઊંચાઈ અને ત્રણ પલ્યોપમનું આયુષ્ય હોય છે, ત્યાં સદા પહેલે આરે વર્તે છે. ત્રણ દિવસને અંતરે તુવેરના દાણુ જેટલા આહારની ઈચ્છા થાય છે. ૪૯ દિવસ સંતાનનું પાલન કરે છે.
મહાવિદેહ ક્ષેત્રમાં સદા ચોથે આરે વર્તે છે, શરીર પ૦૦ ધનુષનું અને આયુષ્ય પૂર્વકેડ વર્ષનું હોય છે.
ભારત અને અરવતમાં ૬ આરે હોય છે, અને એ બે તથા મહાવિદેહ ક્ષેત્ર: એ ત્રણ કર્મભૂમિ કહેવાય છે કેમ કે-અસિ= તલવાર વિગેરે હથિયાર, મી=શાહીથી લખાણકામ, કૃષિ ખેતી એ ત્રણ કર્મ જ્યાં થાય, તે કર્મભૂમિ. અને એ ત્રણની જરૂરીયાત વિના જેમાં મનુષ્ય જીવે, તે અકર્મભૂમિ યુગલિયા મનુષ્યોને કર્મ ઓછા લાગે છે. એટલે યુગલિયા મનુષ્ય અને તિયા મરી દેવલેકમાં જ જાય છે. તેઓ સ્વભાવે સરળ અને શરીરે રૂપાળા હોય છે. આ પ્રમાણે જ મૂઢીપમાં ૯ ક્ષેત્ર, ધાતકીખંડમાં ૧૮, અને પુષ્કરાવમાં - ૧૮, કુલ ૪૫ અને જબુદ્વીપમાં પ૬ અંત પ. એમ કુલ ૧૦૧. -અંતર્દીપના મનુષ્યો પણ યુગલિયા જ હોય છે, તેઓને એકાંતરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org