________________
૧પ૭
આહારની ઈચ્છા થાય છે. ૭૯ દિવસ સંતાનનું પાલન કરે છે.. શરીરની ઉંચાઈ ૮૦૦ ધનુષ્ય અને આયુષ્ય પલ્યોપમનો અસંખ્યાત. ભાગ હોય છે.
ગાથા ૨૪ પરમધાર્મિક દેવો નારકીના જીવોને ત્રણ નારકી સુધી ભયંકર દુઃખ આપે છે, તે મિશ્યાદષ્ટિ હોય છે. તિર્યકભક દેવો વૈતાઢય પર્વત ઉપર રહે છે, અને તીર્થંકરપ્રભુના વનાદિકાળે તેમના ઘરમાં ધનાદિકનો સંચાર કરે છે. જ્યોતિષી દેવોમાં એક ચંદ્ર તથા એક સૂર્ય હોય, ત્યાં ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર, ૬૬૯૭૫ ક્રોડાકોડ તારા હોય છે.
ચાર યોજન ઊંચે બુધ, પછી ત્રણ યોજને શુક્ર, બૃહસ્પતિ, મંગળ, શનૈશ્ચર ઉપરાઉપરી છે.
નક્ષત્રોમાં–ભરણુ નીચે, ઉપર સ્વાતિ, બહાર મૂળ, અને અભિજિત વચ્ચે ગુપ્ત છે.
ચર તિષ્ક વિમાન કરતાં સ્થિર તિષ્કના વિમાનોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનું પ્રમાણ અરધું જાણવું.
કિબિષિક દેવ ચંડાલતુલ્ય છે. અને લોકાંતિક દેવો પવિત્ર અને એકાવતારી હોય છે, તથા તીર્થંકર પ્રભુ દીક્ષા લે તે પહેલાં એક વર્ષે આવીને વર્ષીદાન આપી નિષ્ક્રમણ માટે તેમને ઉજમાળ કરે છે. નવ ગ્રેવેયક લેકરૂપી પુરૂષના ગળાને સ્થાને છે, અનુત્તર (સૌથી ઊંચા) વિમાનની આજુબાજુ ચાર ચાર વિમાને અને વચ્ચે સર્વાર્થસિદ્ધ નામનું વિમાન હોય છે.
કુલ જીવલેદોની સંખ્યા ૨૨ સ્થાવર ર૦ તિર્યંચ પંચેન્દ્રિય ૩૦૩ મનુષ્ય ૬ વિકલેન્દ્રિય ૧૪ નારકી
- ૧૯૮ દેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org