________________
૧૫૫
છે, તેમજ તે સૂક્ષ્મ જીવો કાંઈ પણ કામમાં પણ આવતા નથી: એટલે તેની હિંસા થવાનો સંભવ નથી. પરંતુ તેની પણ હિંસા ન . કરવાનું વ્રત ન હોય, તેને તેની હિંસાને તે દેષ લાગે જ છે. સ્થાવરોના આકારે-- પૃથ્વીકાયને આકાર મસુર જે. અખાયને આકાર પરપોટા જેવો. તેઉકાયને આકાર સેયના જત્થા જેવો. વાયુકાયો આકાર ધજા જે. વનસ્પતિકાયનો આકાર વિવિધ પ્રકારનો હોય છે,
આગમમાં નવની સંખ્યાની પૃથફત્વ સંજ્ઞા છે એમ ટીકામાં લખેલું છે. પૃથફત્વને ૧ એકમ અને ૧૦ દશકની સંખ્યા સિવાય ૨ થી ૯ એવી સંખ્યા દરેક ઠેકાણે જોવામાં આવે છે. એટલે યદ્યપિ ટીકાકારે નવને પૃથવ કહેલ છે. છતાં પ્રસિદ્ધિની અપેક્ષાએ ૨ થી ૯ સમયને જઘન્ય અંતર્મુહૂર્ત અમોએ લખેલ છે.
ગાથા ૧૫ થી ૨૨ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય જળચરો, ખેચર ઉર પરિસ, ભુજપરિસર્યો, અને ચતુષ્પદો આ જગતમાં અનેક પ્રકારના મળે છે. એક એક છવજાતિનું સ્વરૂપ ઘણું અદ્દભુત છે. મેટાં મોટાં વિચિત્ર આકારના માછલાં, ઉડતાં માછલાં, પાંખ સંકચીને રહેલાં અને ઊડી ન જાણુતાં પક્ષીઓ, વિગેરે વિચિત્ર પશુઓ, પક્ષીઓ, જંતુઓ, કીડાઓ દુનિયામાં મુસાફરી કરવાથી જોવામાં આવે છે. અહીં તે માત્ર પ્રસિદ્ધ જીવોનાં નામ માત્ર આપવામાં આવ્યાં છે. હાલની દુનિયામાં નહીં જોવામાં આવતાં છતાં સર્વા: પરમાત્માને મનુષ્યક્ષેત્રમાં અને બહાર જણાયેલા એ જીનાં નામે પૂજ્ય આગમાં પુષ્કળ વર્ણવાયેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org