________________
૧૪૩
૨. તેઓ આહાર અને શ્વાસોશ્વાસ એકી સાથે લે છે. કેમકે–તે અનંત જીવોને એક જ શરીર હોય છે. જુદું જુદું (પ્રત્યેક-વિશિષ) શરીર હોતું નથી એટલે તેઓ સાધારણ (ઘણાનું એક શરીર) કહેવાય છે. તેનું બીજું નામ અનંતકાય, નિદ છે. એટલે, તે શરીર બધાનું અને બધામાંના એક–એકનું પણ ગણાય છે.
૩, મોટી સંગ્રહણુમાં કહ્યું છે કે –આ લોકમાં અસંખ્ય ગળા છે, એક એક ગોળામાં અસંખ્ય નિગદ શરીર હોય છે, એક એક નિગદ શરીરમાં અનંત જીવો હોય છે, સૂક્ષ્મવાલાઝના એક અંશ ઉપર અસંખ્ય નિગોદ શરીરના ગોળાકારે બનેલા ગેળા હેય છે.
૪. પ્રત્યેક વનસ્પતિકાય તો બાદર જ હોય છે, પરંતુ સાધા રણ વનસ્પતિકાય બાદર અને સૂક્ષ્મ બન્ને પ્રકારે હેય છે.
૫. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય બે પ્રકારે છે. સાંવ્યાવહારિક રાશિના અને અસાંવ્યાવહારિક રાશિના, ૬. સામાન્ય રીતે જીવરાશિને ક્રમ નીચે પ્રમાણે છે:–
(૧) અનાદિ અસાંવ્યાવહારિક રાશિના સૂક્ષ્મ અનંત સાધારણ વનસ્પતિકાય છે, એટલે કે જેઓ કદી એ સ્થિતિમાંથી બહાર નીકળ્યા જ નથૈ, તે.
(૨) સાંવ્યાહારિક રાશિના સૂક્ષ્મ અનંત સાધારણ વનસ્પતિકાય છે, કે જેઓ પોતાની અનાદિ કાળની સ્થિતિમાંથી બહાર નીકળીને પાછા ત્યાં જ અસાંવ્યાવહારિક જેવી સ્થિતિમાં રહેલા છે છતાં, તે કહેવાય સાંવ્યાવહારિક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org