________________
૧૪૨
૧૨ કહેણું–બિલાડીના ટોપ (પણ સાધારણ છતાં દૃષ્ટાંત - સમજવા માટે અહી આપેલ છે) વગેરે.
૨. કઈ પણ વનસ્પતિના ૧૦ ભાગ હોય છે. મૂળ, કંદ, સ્કંધ, છાલ, ડાળી કાષ્ઠ, પત્ર, પુષ્પ, ફળ, બીજ.
૧. મૂળીયાં, ૨. તેની ઉપર કંદ, ૩. તેની ઉપર અંધ, (થડ) ૪. તેના ઉપર શાખાઓ (ડાળીઓ), ૫. ડાળીમાંથી પાંદડાં ફૂટે, ૬. અગ્રભાગમાં ફૂલ આવે, ૭. તેમાંથી ફળ ઉત્પન્ન થાય, ૮ ફળમાંથી બીજ નીકળે, ૯. વચ્ચે કઠણ ભાગ હોય, તે લાકડું (કાષ્ઠ), અને ૧૦ લાકડા ઉપર છાલ હોય છે.
૩. સાધારણ વનસ્પતિકાય છ રીતે ઉગે છે. ૧. અબીજ—કોટક, નાગવહિલની માફક જેના અગ્રભાગ વાવવાથી ઉગે તેવા.
૨. મૂળબીજ–ઉત્પલકંદ, કેળ વગેરેની માફક જેના મૂળ વાવવાથી ઉગે તે.
૩. સ્કન્ધબીજ–સહલકી, અરણ વગેરેની જેમ જેની ડાળ વાવવાથી ઉગે તે.
૪. પર્વબીજ–શેરડી, વાંસ, નેતર, વગેરેની જેમ જેની ગાંઠે વાવવાથી ઉગે તે.
૫. બીજ રહ–ડાંગર, ઘઉં વગેરેની જેમ જેના બીજ વાવવાથી ઉગે તે.
૬. સંસૃષ્ઠનજ–સિંગડા વગેરેની જેમ વાવ્યા વિના ઉગે. અહીં સમજવા માટે દૃષ્ટાંત પ્રત્યેક વનસ્પતિનાં આપ્યાં છે.
૪. કેટલીક વિશેષ હકીકતે. ૧. સાધારણ વનસ્પતિકાયના જીવ એક શરીર બાંધીને એકી સાથે અનંતા ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org