SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૭ ] એક ભાગ સ્વાભાવિક રીતે જ છે. કોઈ પણ ધર્મ માનનાર પ્રજા ચાર પુરુષાર્થની સંસ્કૃતિને મનાવાને ઇન્કાર કરી શકે જ નહીં. કેમકે ધર્મનું કાંઈ ને કાંઈ સારું ધ્યેય હોય જ. એટલે નામાન્તરથી કે રૂપા નરથી તે થેયમાં મોક્ષ આવી જાય છે. વ્યાવહારિક જીવનમાંના રાજ્યકીયતંત્ર, સમાજતંત્ર અને અર્થ તંત્ર ધર્માનુકૂળ જ હોય. સેકયુલર (ધર્મનિરપેક્ષ) હોઈ શકે જ નહીં. એટલે ચાર પુરુષાર્થને સ્વીકાર સહજ રીતે આવી જાય છે. એટલે કે તેના જીવનમાં પણ ઓચ્ચે-વધતે અંગે માર્ગનુસારિપણાને સ્વીકાર આવી જ જાય છે. તેથી પણ ઓછે-વધતે અંશે આધ્યાત્મિક પાયા ઉપરનો કેઈપણ ધર્મ પરંપરાઓ અને અપેક્ષાએ જિનેશ્વરદેવના મહાશાસનના નાના મોટા અંશરૂ૫ હેાય છે. એ રીતે સ્વાદાદમય જૈનશાસનને ત્યાં પણ વિજય હાય છે, અને તેઓનું પણ નૈતિક આધ્યાત્મિક કલ્યાણ થતું રહેતું હોય છે. યદ્યપિ આધ્યાત્મિક જીવનના આચાર એ ધર્મ છે, પરંતુ તેને અધિકાન અને વ્યવસ્થિત સંચાલન ધરાવતી શાસન સંસ્થા હોવી જ જોઈએ. તેથી જુદા જુદા નામે જુદા જુદા ધર્મો પ્રસિદ્ધ છે. તે વાસ્તવિક રીતે જુદા જુદા ધર્મશાસન-ધર્મસંસ્થાઓ છે. અને તે, તે તે ધર્મના વાહક બને છે. તે વિના ધર્મની સુલભતા જનતા માટે શક્ય બનતી નથી. (૩ળ-ચિચા= અન્યતૈર્થિકે છે. અન્ય તીર્થોમાં એટલે અન્ય ધાર્મિક શાસનમાં પણ જે કાઈ મેક્ષાનુકૂળ હોય, તે માર્ગાનુસારીપણે હોવાથી જૈન તીર્થના -શાસનના અંગરૂપ હોય છે. અને શાસન-શાસન સંસ્થાઓ મારફત જ ધર્મો ટકી રહે છે. આજે ધર્મશાસનોથી-ધર્મસંસ્થાઓથી નિરપેક્ષપણે જ આધ્યાત્મિક ભાવનાઓ, સવતને, નીતિનિયમ અને પ્રવૃત્તિઓનો પ્રચાર કરવામાં આવે છે, તે પરંપરાગત ધર્મશાસનેને નાબુદ કરવાની મત આંતરરાષ્ટ્રીય નીતિમાંથી જન્મેલા પ્રાથમિક ઉપાયરૂ૫ છે. તેથી કોઈ પણ ધર્મશાસનની વફાદારી ન છોડતા તેની વફાદારી અને શિસ્તપૂર્વક ધર્મ, નીતિ, સદાચારભાવના, આધ્યાત્મિક ગુણોનું પાલન વિગેરે કરવામાં જ હિત છે. તેથી નિરપેક્ષ એવા ધર્મપાલનાદિકમાં આગળ ઉપર ભયંકર અહિત છે. માટે ધર્મશાસન સંસ્થાની વફાદારી જ સદાકાળ જગતમાં મુખ્યમાં મુખ્ય હિતકારી વસ્તુ છે. ૧૨. આ રીતે પ્રસ્તી ધર્મ પણ સંસ્કૃતિનું અંગ છે. તેને ટકાવી રાખવા ઇરછે છે અને તેને માટેની ધમસંસ્થાના વડા તરીને પાપ ધર્મગુરુને આજે પણ મહત્ત્વપૂર્ણ રીતે ટકાવી રખાયેલ છે. પરંતુ બીજા ધર્મશાસનને નષ્ટ કરવા અથવા પિતાનામાં સમાવી દેવામાં વિમાન જડવાદના પ્રચારમાં ખ્રીસ્તી ધર્મ કે આપે છે, તે ભયંકર પાપ ૪૫૦ વર્ષોથી શરુ થયું છે. તે પ્રજાને પણ મૂળ આશય તો સંસ્કૃતિ છોડવાને નથી જ. આંતરિક રીતે આશય વેત પ્રજામાં સંસ્કૃતિ ટકાવી રાખવાનું છે જ. કેમકે જગતમાં સંસ્કૃતિ વિના માનવજાતના રક્ષણને બીજો કોઈ ઉપાય ત્રણકાળમાં પણ નથી. (શ્રી હરિભદ્રસૂરીશ્વરકૃત અષ્ટક ) સંપૂર્ણ ભૌતિક ઉન્નતિને શિખરે ચડ્યા પછી પણ જો એ પ્રજા સંસ્કૃતિ રહિત થઈ ગઈ હોય, તે તેનો નાશ થયા વિના ન જ રહે. માટે આંતરિક રીતે સંસ્કૃતિના સર્વ અંગોને એ પ્રજા ગુપ્ત રીતે પિતાનામાં ટકાવી રહેલી છે. અને ટકાવી રાખવા ઇચ્છે છે. અને ગુપ્તપણે ખીલવે પણ છે. રશિયામાંથી પણ ખ્રીસ્તીધર્મ દૂર કર્યાની વાતો ફેલાવા છતાં ત્યાંથી દીલ્હીની સર્વધર્મ પરિષદમાં તેના પ્રતિનિધિ આવ્યા હતા. તથા પ્રેમી. આઇજેકહુવર ભારત આવતાં રસ્તામાં પોપની મુલાકાત લેતા આવ્યા હતા. બ્રીટનના રાષ્ટ્રના રાજ્યાભિષેકની ક્રિયા તાજેતરમાં પણ ખ્રીસ્તી ધર્મગુરુઓના વડાએ કરાવેલી હતી. વગેરે. ૧૩. સંસ્કૃતિ સાથે જ્યારે આખા જગતને સંબંધ જોડાયેલો છે, અને તેનું નેતૃત્વ ભારત અને તેની પ્રજાનું જ ચાલ્યું આવે છે, તેથી ભારતીય આતરરાષ્ટ્રીયતા સ્વયં સિદ્ધ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy