________________
[ ૬૬ ] શારીરિક, અને ઔદ્યોગિક, આદર્શોનું પ્રભુત્વ વ્યાપક થતું જાય છે.” એ રીતે એક નવું આતરરાષ્ટ્રીય તત્ત્વ અસ્તિત્વ ધરાવતું થયું છે. જેને ઓળખવા માટે વેત આતરરાષ્ટ્રીય» પારિભાષિક શબ્દનો ઉપયોગ કરીશું.
૬. આતરરાષ્ટ્રીય આદર્શ તરફ જગતને વાલવાથી તે આદર્શને ચાહનાર એવો એક વર્ગ દરેક દેશની પ્રજા એમાંથી તેઓએ ઉત્પન્ન પણ કરી લીધેલ છે. જેને આપણે “પ્રાગતિક વગm “શિક્ષિત વર્ગ ” તરીકે ઓળખીશું. તે સિવાયના દરેક દેશના પ્રજાજનોને “ સાંસ્કૃતિક વર્ગ તરીકે ઓળખીશું.
આ બે ભેદ હોવાનું કબુલ કરીયે કે ન કરીયે, તે પણ દરેક દેશોમાં એ ભેદ વિદ્યમાન છે જ.
છે. સંસ્કૃતિના પક્ષમાં લોકોની મોટી સંખ્યા હેવા છતાં, વેત પ્રજા વિશ્વ ઉપર આટલું બધું પ્રભુત્વ ધરાવતી શી રીતે થઈ શકી ? તેને વિચાર આપણે સ્વતંત્ર રીતે જ કરવો જોઈએ. ન કરીએ, તે આપણે વિવેકશન્ય, બુદ્ધિશન્ય અને કર્તવ્યશન્ય છીએ એમ જ નક્કી થાય. સંરક્ષણપ્રધાન શ્રીમાન મેનને પણ મુંબઈમાંના પોતાના એક ભાષણમાં જણાવ્યું હતું, કે-“આપણે આજની આન્તરરાષ્ટ્રીય બાબતોને અભ્યાસ કરવો જોઈએ.”
સાથે જ એ વાત પણ ખરી છે, કે-મત આન્તરરાષ્ટ્રીય બાબતે એક વખત ગમે તેટલી અનિષ્ટ ભાસતી હોય, તો પણ તેને દૂર કરવાનું દિવસે ને દિવસે દુ:શક્ય બનતું જાય છે. પરંતુ સમ્યગદષ્ટિ આત્માઓને તે આજની દરેક હિલચાલની પાછળની સત્ય સ્થિતિનું જ્ઞાન હોવું જ જોઈએ.
૮. શ્વેત પ્રજા જે કંઈ કરી રહેલ છે. તે સર્વે પરિણામે પોતાના જ સ્વાર્થ માટે કે પછી સર્વ સામાન્ય પ્રજાના હિત માટે છે, તે પણ વિશ્વ હિતસ્વીઓએ વિચારવું અને તદનુસાર જિજ્ઞાસુઓને માર્ગદર્શન આપવું એ તેઓની સહજ ફરજ છે. ૯. શત પ્રજાની આજની સ્થિતિને અભ્યાસ કરવામાં મુખ્યપણે ત્રણ મુદ્દાઓ સમાય છે.
(૧) પૂર્વ ઈતિહાસ અને હેતુ. (૨) વર્તમાન પરિસ્થિતિનું સ્વરૂપ અને તેનું ભવિષ્ય માટેની ભૂમિકા પણું.
() પરંપરાએ ભવિષ્યમાં આવનારા તેના પરિણામો. ૧૦. આજની જે પરિસ્થિતિ વેતપ્રજાએ સર્જી છે, તેનું મૂળ કારણ ભૂતકાળને ઈતિહાસ અને તે પ્રજાએ તે વખતે રાખેલા હેતુઓ હોય, એ સ્વાભાવિક છે. અને ભવિષ્યમાં લાવવાના પરિણામોની ભૂમિકારૂપ આજની પરિસ્થિતિમાંથી ભાવિ પરિણામે ઉત્પન્ન થાય, એ પણ એટલું જ રવાભાવિક છે. - “તે પ્રજાએ ભૂતકાળમાં શા હેતુઓ રાખેલા હતા? અને તેમાંથી ભવિષ્યમાં શા પરિણામે લાવવાના તે પ્રજાએ ધારેલા છે?” તેના સૂક્ષ્મ અભ્યાસથી “આજની પરિસ્થિતિ ભૂતકાળના હેતુઓના ફળરૂપ કેવી રીતે છે? અને તે જ ભવિષ્યમાં લાવવાના પરિણામોની ભૂમિકારૂપ કેવી રીતે બની રહેલ છે?” તે બનેય સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે.
આથી આજની પરિસ્થિતિના હેતુઓ, સ્વરૂપ (ભૂતકાળના પરિણામરૂપ આજની સ્થિતિ) અને ભાવિ પરિણામો (અનુબંધ) એ ત્રણેય તને વિચાર કરવાથી જ પૂરી વસ્તુસ્થિતિ બરાબર રીતે સમજી શકાય તેમ છે.
૧૧. શ્વેતપ્રજાને મોટો ભાગ ઈસુબ્રીસ્તના પછીથી તે ખ્રીસ્તીધમ પાળતા આવે છે. તેથી પહેલા પણ કોઈને કોઈ ધર્મ પાળતી હતી. તેથી તે ધર્મો પણ ચાર પુરુષાર્થની સંસ્કૃતિમાં ધમ પુરુષાર્થને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org