SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૦૧] શી રીતે હાથ લાગી શકે છે અને શી રીતે હાથ ધરી શકાય ? ધર્મને માનનારા અધકચરા માનસના આપણું જ ભાઈઓ તે સાચા ઊપાયને વળી વિરોધ કરે, ત્યાં સાચો ઉપાય શો ચાલી શકે ? ૧૩ આજે નાટકઃ સીનેમાર વગેરે અદ્ભુત આકર્ષણ જમાવનારા મનોરંજનના સાધન વધતા જાય છે, તે સવ આધુનિક્તાને જ એક યા બીજા રૂપે મને રંજન દ્વારા પ્રચાર કરે છે. તથા બીજી રીતે પણ અનેક આકર્ષક જનાઓ પૂર્વક અધિવેશને સમેલનેઃ પરિષદ વગેરે પણ ભરવામાં આવે છે. અને તેમાં શ્રીમાન મેહનલાલ દીપચંદ શાહ અને પિોપટલાલ રામચંદ્ર શાહ જેવા સહૃદય અને જુસ્સો ધરાવતા ભાઈએ પોતાના ભાષણ દ્વારા અદ્દભુત આકર્ષણ જમાવે છે, તે રીતે પોતાના વિચારો સુંદર અને હદય પિગળાવે તેવા અભિનયો સાથે મૂકતા હોય છે. પરંતુ માર્ગ જ ઊલટો ત્યાં બીજું પરિણામ શી રીતે આવી શકે? તેઓને આ વાત સમજાવાય પણ શી રીતે? તેઓના આશય શુદ્ધ તે નિબળ હોય છે. તેમાં પણ શંકા નથી. પરંતુ ન સત્ય સમજવાની શક્તિ ન સાંભળવાની શક્તિ ન ધીરજઃ પછી તુલના કરી ચિંતનઃ મનનઃ અને સારભૂત કર્તવ્ય તારવવાની છે તેઓ પાસેથી આશા જ શી રાખી શકાય ? સંભવ છે કે—કદાચ બ્રાહ્મી ઔષધિનું સેવન કરવામાં આવે, કે શ્રી જ્ઞાનપંચમીના તપનું આરાધન ગુગમથી કરવામાં આવે તે જ્ઞાનને ક્ષયોપશમ વધવાથી આ ભવમાં અને ભવાંતરમાં ચોક્કસ સાચું સમજવાની શક્તિ પ્રાપ્ત થાય, તેમાં શંકા નથી. આપણે હાર્દિક રીતે છીએ કે નિખાલસ દિલના તે અને બીજા ભાઈઓની સમજશક્તિ વિકાસ પામે જેથી તેઓથી થતા નુકશાનથી શ્રી શાસનઃ સંઘ અને સાધમિક બંધુઓને રક્ષણ મળે ને રક્ષક સાચો રસ્તો મળે. | વિદેશના અસાધારણ આર્થિક શેષણથી ઉત્પન્ન થતાં બેકારી વગેરેના સાચા કારણોને ઢાંકવા માટે ખ્રીસ્તી પાદરીઓ તરફથી માનવતાને નામે થતા માનવસેવાના ભૂલભૂલામણીમાં નાંખનારા પ્રયાસને ટેકો આપવામાં પડેલી આધુનિક આદર્શો અને ઢબની સંસ્થાઓ વગેરે બેકારી વગેરે વધારવામાં અને તેથી ગુન્હારી વગેરે વધારવામાં કેવી રીતે સહાય કરનાર થાય છે? તેનું રહસ્ય અહિં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તેના સાચાં રહસ્ય એ છે, કે– ૧ સૌથી પહેલું શોષણ અટકાવવું જોઈએ, પરદેશીઓ આજે સીધી રીતે શેષણ ન કરતાં વિદશના ભાવિ સ્વાર્થી માટેની પાછળની સરકારે ૧૯૨૮ થી હાથ ધરેલી વિકાસયોજનાઓ માટે પણ દેશી સરકાર દ્વારા શેષણ કરાવી રહેલ છે, તે બંધ કરવાના સખ્ત પ્રયાસથી ઉપાયો સરકાર દ્વારા જ લેવડાવવા જોઈએ. ૨ તે જાતના કાયદા ન થાય, તેવા યોગ્ય માર્ગે પ્રયત્ન કરવા જોઈએ. ૩ દરેક સ્થાનિક લેકે જેમ બને તેમ પોતાના સ્થાનમાં જ સ્થાનિક ધંધાઓને ભવિષ્યને માટે પણ કાયમ વળગી રહી શકે ને ત્યાંથી જ પોતાની આજીવિકા પ્રાપ્ત કરી કરકસરથી રહે ત્યાં જ યોગ્ય રીતે જીવે, બહાર ન નીકળે તેવા પ્રયાસો કરવા જોઈએ, મુંબઈ, કલકત્તા જેવી અલબેલી નગરીઓ તે વિદેશીય ધંધાઓને ઉત્તેજન આપી દેશમાંના ધંધા તોડાવી બેકાર લેકેને ભણાવીને પછી શહેર તરફ આકર્ષી વધારે ધીકતા ધંધા બનાવી વધારે બેકાર બનાવવા કારખાનારૂપ છે. આ રહસ્ય જનતાની સામે મૂકવું જોઈએ. - ૪ આમ કરવાથી બેકારોની નવી સંખ્યા ન વધે, તેમ કર્યા બાદ પણ બેકાર ભાઈઓ વધે તે તેમના કુટુંબીઓ, સ્વજને, વૈજ્ઞાતિઓ, સ્વજાતિઓ, સ્વગામ, સ્વમહાજન, પિતાની રાજ્ય સંસ્થા અને છેવટે સ્વધામિક બંધુઓ મારફત તેઓને સહાયક કરાવવી, પરંતુ જેમ તેમ તેના એક કુટુંબવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy