SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦૦] ભક્ષક ત વધતા જાય, અને પ્રજાના રક્ષક એવા સાંસ્કૃતિક તો ઘટતા જાય. એમ એકંદર કાતિલ નિર્દયતામાંથી જન્મેલા પ્રજાના વિનાશક કારણે ઉપર પડદે રાખવાની વૃત્તિને ઉત્તેજન મળતું ગયું. જે આજે ગુન્હાઓની વૃદ્ધિમાં કારણભૂત થાય છે. અને એ વિષચક્ર ચાલ્યા જ કરે છે. ૯ પરંતુ તે સવથી રક્ષણ આપનાર ધર્મ અને ધર્મપ્રધાન સંસ્કૃતિ છે. તેને ઉત્તેજન ન મળે, માટે તેમાં ખર્ચાતાં નાણાંને તેમાં ખર્ચાતાં યથાશક્ય રીતે રોકવામાં આવે છે. બેકારીને ઉત્તેજન આપનાર છતાં બહારથી તેને બેકારી દૂર કરનારા ગણાવીને તેવા કામોમાં ખર્ચવાનો ઉપદેશ અપાય છે. એટલે કે (૧) માનવતાને નામે આજે બીજા પ્રાણીઓની દયા કરવાને માર્ગ રોકવામાં આવે છે, અને (૨) બીજી તરફથી રક્ષક એવા ધાર્મિક વગેરેના ખર્ચમાં પણ રોકાવટો મૂકવામાં આવે છે. અને તેને રાષ્ટ્રીય દુર્વ્યય તરીકે ગણવી તે રાકવા પ્રચારકાર્ય કરી ધારાસભા સુધી તે પ્રશ્ન લઈ જવામાં આવે છે. ૧૦ પ્રસ્તી પાદરીઓનીઃ અને વિદેશીય આદર્શોની સરકારની આ પ્રજાઘાતક અને દેશનો ઉદય કરનારી નીતિનું અનુકરણ કરીને “મધ્યમ વર્ગની આર્થિક સ્થિતિ સુધારવાની વાતો કરનારી આધુનિક ઢબની સંસ્થાઓ પણ ધર્મ પક્ષના બળને તેડવામાં અને પ્રગતિક બળોને વેગ આપવામાં સખ્ત હાથે અને લોકસેવાના કામો માનીને પૂરતી દિલચસ્પીથી ઉપાડે છે, ને પાર પાડવા મથે છે. તેનું પરિણામ ઘાતક જ આવે, તેમાં હવે થી શંકા રહે છે? કેઈપણ સહદય બંધુ કહો ! ૧૧ જે ભાઈઓ મધ્યમ વર્ગને ઠેકાણે પાડવા હાદિક પ્રયાસો કરે છે, તેમના મનમાં પિતાના દેશના જાતિનાઃ બંધુઓ કે સાધર્મિક બંધુઓ પ્રત્યે હાદિક લાગણી હોય છે, તેમાં શંકા નથી. તેથી તેઓનું દુઃખ જેવાતું નથી. અને તેમ હોવું પણ જોઈએ. તે વિષે બનતું કરવું પણ જોઈએ. પૂર્વચાર્ય પુરુષોએ પણ તે વિષેની ખાસ ફરજીયે બતાવેલી છે. પરંતુ હાલની સંસ્થાઓના આધુનિક ઉદ્દેશોની પાછળ પડી, ખ્રીસ્તી પાદરીઓનું અનુકરણ કરી એવા ભળતા જ ઉપાયો તેઓ લે છે, અને ધર્મપ્રધાન રક્ષક સંસ્કૃતિમાં નાણાં ખર્ચાતાં રોકવાના પ્રયત્ન કરે છે, પરિણામે જે અનિષ્ટો જન્મે છે, તેને ટોપલે ધમપ્રધાન સંસ્કૃતિને “જુનવાણીપણું" કહીને તેના ઉપરું નંખાય છે. આ રીતે વિચાર કરતાં, સંસ્થાઓ બેકારી વગેરે અનિષ્ટને વધવામાં સહકાર આપે છે? કે-તેને રોકવામાં વાસ્તવિક રીતે સહકાર આપે છે ? તે વિચારશે. દીલ્હી જવાની ઇચ્છાથી મદ્રાસની ગાડીમાં બેસી જઈ, વખત, ખર્ચ, અને મહેનત કેવી રીતે નકામા અને નુકશાનકારક રીતે ખર્ચાય છે ? તે આટલા વિવેચન ઉપરથી સમજાઈ જવું જોઈએ. છતાં ન સમજાય તે કમનશીબી !! મધ્યમ વર્ગનું ગમે તે થાય, તેને ઉકેલ ન આવતાં ઉલટામાં તેની મુશ્કેલીઓ વધતી જાય, તેવા તને ભૂલથી અજ્ઞાનતાથી-અજાણપણુથી સંસ્થાને નામે તેના સંચાલકે ટેકો આપતા હોય છે. તેથી કોઈપણ સમગ્ર માનવ એમ પણ કહી શકે કે- મધ્યમ વર્ગને ઉકેલ કરવાની વાતે માત્ર સંસ્થાની લોકપ્રિયતા વધારવા માટે જ કરાતી હોય છે. શિવાય મધ્યમવર્ગની તેઓને કાંઈ જ પડી નથી હોતી. વર્ષોથી આવા તો બુમબરાડા પડાતા જ હોય છે.” જો-કેઈપણ સંસ્થાના સંચાલકના હદયમાં એવીલેશ માત્ર ઈચ્છા ન હોવા છતાં, પરદેશીઓએ પોતાના સ્વાર્થ માટે ઉભી કરાવાયેલી સંસ્થાઓ મારફત અવળે રસ્તે જવાથી સંચાલકે ઉપર આ જાતને આપ આવી જાય છે. ભૂલ ભરેલ અનિષ્ટ બંદરે જતી હોડીમાં બેસી જવાયાનું આ પરિણામ છે. યક્તિઓના આશયને દોષ નથી. ૧૨ “ધમ એ જ ત્રણ લોકનો સ્વામિ છે, રક્ષક છે,' એમ મહાશાસ્ત્ર અને મહાપુરૂષોએ જણાવેલ છે, છતાં તેની ઉપેક્ષા કરવી તેનો વિરોધ કરે તેને પ્રતીકોને તિરહિત કરવા તેને હડધૂત કરવા એ તો આજના પ્રાગતિક બળોને પ્રાગતિક કાર્યક્રમ બની ગયેલ છે. આ સ્થિતિમાં સાચા ઉપાયો For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy