SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯] સંસ્થાઓ, પોલીસતંત્ર, ગુન્હાશોધક ગુપ્તતંત્ર, ન્યાયતંત્ર વગેરે વધારતા અને વધુ કાર્યક્ષમ બનાવતા રહેવાને વિદેશીય સરકારને જુને જ કાર્યક્રમ છે. રાજ્યતંત્રને અસ્પર્શવા યોગ્ય બાબતેને લગતા કાયદા સેવાઃ વ્યવસ્થા વગેરે ખાનાથી કરાતા જવાય છે. સામાજિકઃ આર્થિક કૌટુંબિક વ્યક્તિગતઃ ધાર્મિક મનોરંજનઃ કળા શિક્ષણ વ્યાપાર ખેતીઃ ધંધા વગેરે ક્ષેત્રોમાં કાયદાઓને પ્રવેશ ગમે તે બહાને ધકેલીને પણ લઈ જવાય છે. જેના નિયંત્રણ અને દેખરેખ માટે પોલીસતંત્રને વધારવું પડે છે. ન્યાયતંત્રને વિશાળ કરવું પડે છે. અને એ રીતે પ્રજાના આંતરિક જીવનમાં આધુનિક કાયદાઓનો પ્રવેશ વધતો જાય છે. તેમ તેમ ગૂન્હાઓની સંખ્યામાં વધારો થતો જ જાય છે. ૬ પરિણામે બેકારીઃ અનૈતિકતાઃ અનારોગ્યઃ દેશઃ પ્રજાઃ અને કર્તવ્યોની વાસ્તવિક સાચી સ્થિતિનું અજ્ઞાનઃ ગાંડપણુ વગેરે વધતા જાય, એ સ્વાભાવિક છે. નહીંતર યોજનાઓ અને સગવડોને નામે અબજો રૂપિયા ખર્ચાવા છતાં પરિણામમાં તો વિષમતા વધતી જ જાય છે. તે કેમ વધે ? વળી ખર્ચની સિદ્ધિ-સફળતા પણ આવે છે. પરંતુ તે પ્રજાના એક ભાગમાં-એક અંશમાં જ. નવરચનામાં તેની સફળતા થાય છે. નવશિક્ષિત નવધંધાદારે ખૂબ ખર્ચાળ છવન જીવી શકતા હોય છે. બાકીને પ્રજાને મોટે ભાગ વિષમતાને ભોગ બનતો જાય છે. ધંધો તૂટે, નવો ધંધે મળે નહીં, ગૂંડાપણું રોગીપણું વગેરે વધતા જાય. ૭ સરકાર પોતાની સિદ્ધિ એકતરફી ગણાવે “અમુક પ્રદેશમાં અમુક લોકે માસિક અમુક ૧૦) રૂપિયા કમાતા હતા, તેઓ આજે ૧૫) રૂપિયા કમાય તેટલું અનાજનું ઉત્પાદન કરી શકે છે.” એ વાતેય ખરી હોય છે. પરંતુ સાધને પૂરા પાડવામાં કેટલા બધા મોટા સરકારી ખર્ચને પરિણામે ને? તથા પ્રજા પાસેથી જુદા જુદા નિમિત્તે શેષાતા ધનને ખર્ચ કેટલે? તેમજ બીજા કેટલા લેકે ૧૦), રૂપિયાને બદલે ૮) ૬) ૫) ૪) ૩) ૨) ૧) અને બેકારી, આપધાત, રોગ, ગુંડાગીરી સુધી પહોંચી ગયા ? દેશાવરમાં જવા કેટલા તૈયાર થયા? એ વગેરેના આંકડા તે જણાવવામાં આવતા જ નથી. જો કે એ આંકડા બીજી રીતે તે જણાય, કે-“ અમુક અનાથાશ્રમમાં ૧૦૦ અનાથો લાભ લેતા હતા, તેને બદલે ૧૫૦ લાભ લઈ શકે છે. એમ આશ્રમને વિકાસ થયો છે.” હેપીટલમાં ૧૦૦ ને બદલે ૧૫૦ લાભ લઈ શકે છે. એટલી કાર્યક્ષમતા વધી છે.”ને ફલાણા શેઠ તરફથી અમુક સંખ્યામાં ખાટલા વધારવાની ઉદારતા થઈ છે. નિશાળમાં ૧૦ કરોડને બદલે ૧૫ કરોડ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યાં છે. અને આધુનિક શિક્ષણને સારો એવો વેગ મળી રહ્યો છે.” આ રચનાત્મક શબ્દોમાં જાહેરાત થાય છે. ખરી રીતે–“અનાથો વધ્યા છે ને તેઓને પિતાના કુટુંબ: જ્ઞાતિઃ જાતિઃ ગામમાં આશ્રય મળવાનું ઘટયું છે. માટે અનાથાશ્રમમાં વધારો થયો છે. રોગી વધ્યા છે. પરંપરાગત ધંધા તૂટવાથી નિશાળામાં ભણુને નવા ધંધા મેળવવા પડાપડી કરવી પડે છે. નિશાળ તથા કલેજે વધવા છતાં તેમાં જગ્યા મળતી નથી. તેથી ઘણુને દાખલ ન કરવાથી નિરાશ થાય છે. ને પરાશ્રિત–વિદેશાશ્રિત આર્થિક નીતિને વશ રહેલા ધંધાઓમાં તાબે થતે જ વર્ગ વધતો ગયો છે.” પરંતુ આ સાચી વાત ગૂઢ રીતે પ્રજાથી અજાણપણામાં જ રહી જાય છે. ૮ વિદેશોની ગણત્રી જ હતી, કે-“આપણે આપણું નવા ધંધા વિકસાવીશું એટલે બેકારીઃ બિનજગારીઃ વગેરે વધવાના જ છે.” પરંતુ તેના ઉપર પડદો (ઢાંકી) ઢંકાવી દેવા માટે ખ્રીસ્તી ધર્મગુરુઓ દ્વારા માનવતા અને માનવદયાને નામે લેકસેવાના કામ ઉપાડવા-ઉપડાવવાને ઉત્તેજન અપાયું. જેથી અનિષ્ટોના મૂળ કારણે ઉપર પડદો ઢંકાયેલે જ પડયો રહે, અને લેકે બીજા જ કારણે કલ્પીને, તેને દૂર કરવાના પ્રયત્નો કરે. બીજા અનિષ્ટ કારણોમાં “ભારતીય સાંસ્કૃતિક જીવન ધોરણોઃ અને તેને લગતા રીતરીવાજોને રૂઢિઓઃ સામાજિક સિતમની ભઠ્ઠીઃ અજ્ઞાનતાઃ વગેરેને ” ગણાવીને, તે રક્ષતને જ તેડવા તરફ સુધારઃ કાંતિઃ સમાજ સેવાને નામે શિક્ષિત લેકેને વાળી દીધા. જેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy