SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮] ઢળતું જાય છે. એમાંથી અનેક પ્રકારની વિકૃતિઓ પણ જન્મ પામે છે. પશ્ચિમના જડવાદના અનિષ્ટરૂપે આ વૃત્તિને વધુ પ્રમાણમાં આવકાર મળતો જણાય છે. ભારત જેવા આધ્યાત્મિક સંસ્કૃતિની પરંપરા ધરાવતા દેશમાં આ જવાદે ગુનાખેરી વૃત્તિને પણ મોટા પ્રમાણમાં ઉત્તેજન આપ્યું છે. પરિણામે પ્રતિવર્ષ એક કે બીજા પ્રકારના ગુનાઓની સંખ્યા પણ વધતી જ જાય છે. ગુનાઓને ડામવા માટેના કડક તંત્રે પણ આ પ્રમાણને અટકાવી શકતાં નથી. એ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે.” મુંબઈ સમાચાર, તા. ૧૧-૫-૬૦ (અગ્રલેખમાંથી) ૧ “વર્તમાન પત્રો પ્રજાના ભલા માટે ચલાવાય છે.” એમ એટલા માટે કહેવાય છે, કે-વર્તમાનપત્રો ચલાવવામાં મોટી આવક પ્રજામાંના ગ્રાહક પાસેથી થાય છે. ૨ છતાં. વર્તમાનપત્રોઃ વાસ્તવિક રીતે સ્ટીલફ્રેમના પ્રચાર માટે ઉપયોગી હોવાથી તેના તરફથી સીધી કે આડકતરી રીતે ઉત્તેજન પામી રહ્યા હોય છે. ભારતના પ્રચારક બળો તે ધર્મગુરુઓ ત્યાગીઓઃ સાધ: સંતોઃ ભાટોઃ ચારણે ભજનિકેઃ જુદા-જુદા સંપ્રદાયથી પ્રતિબદ્ધ ભિક્ષક વગેરે છે. તેઓનું સ્થાન ખસેડવા વર્તમાનપત્રઃ લાઈબ્રેરીઓઃ સસ્તા સાહિત્યને પ્રચારઃ વગેરે ઉપાયો વધતા જાય છે. એ રીતે પ્રાગતિક-જડવાદી પ્રચાર કરાય છે. અને તેને જાહેર પ્રવૃત્તિ કહેવાય છે. સાંસ્કૃતિક પ્રચાર અને તેના સાધનો દૂર કરાય છે. અને તેને ખાનગી પ્રવૃત્તિ કહેવાય છે, આજના વર્તમાનપત્રના અસ્તિત્વ અને મહત્તા પાછળનું મુખ્ય રહસ્ય આ છે. ૩ ઉપર જણાવ્યા પ્રમાણે બેકારી અને મોંઘવારીને લીધે, ગુન્હા વધતા જાય છે. અને તેના કારણ તરીકે ખુલ્લી રીતે પરદેશી સંસ્કૃતિની અસર વર્તમાનપત્ર પણ આ રીતે જણાવે છે. પશ્ચિમની જડવાદી મનોદશા તરફ પ્રજાના ઢળવાને લીધે ગુન્હો કરાવનારા અનેક અનિષ્ટોને વેગ મળવાનું સ્પષ્ટ રીતે સ્વીકારે છે. જડવાદે ગુન્હાખેરી વૃત્તિને પણ મોટા પ્રમાણમાં ઉત્તેજન આપ્યું છે. પરિણામે પ્રતિવર્ષે એક કે બીજા પ્રકારના ગુન્હાઓની સંખ્યા વધતી જાય છે. ગુન્હાઓને ડામવા માટેના કડક તેત્રે પણ આ પ્રમાણને અટકાવી શક્યા નથી.” આ એકરાર ઘણું જ સ્પષ્ટ શબ્દોમાં વાંચી શકાય છે. એટલે અમારે આ બાબતમાં અમારા સુધારક એટલે કે ક્રાંતિકારી બંધુઓને સમજાવવા વધારે પ્રયાસ કરવાના રહેતા નથી. આમ છતાં, ભારતની સાંસ્કૃતિક જીવનપદ્ધતિને છિન્ન-ભિન્ન કરવા તેને “જુનવાણી રૂઢિચૂસ્તઃ સ્થિતિચુસ્તઃ” કહી પેટભરીને નિંદવામાં અને પ્રાગતિક જીવનધોરણની ભાટાઈ કરવામાં–બેકારી અને મોંઘવારીના છે–વધતે અંશે ભોગ બનેલા વર્તમાનપત્રોના સંચાલન તમાં ગુંથાયેલા માનવબંધુઓ પણ પશ્ચિમના જડવાદની અસાધારણ શબ્દમાં બિરુદાવળી બોલીને ભાટાઈ કરવામાં–બેફામ રીતે વર્તતા હોય છે. જે સ્વદેશ બાંધવો વિષેની અતિ દુઃખકર ઘટના છે. - ૫ બેકારી અને મોંઘવારીઃ સ્થાનિક પ્રજાને નબળી પાડી-પરિણામે એકવાર બહારના બીજા લોકોને અને છેવટે ગોરી પ્રજાના સંતાનને ભવિષ્યમાં ભારતમાં વસાવવા માટે રાજ્યકારી કારણસર વધારવામાં આવે છે. જેની ગૂઢ યુતિએ પકડી પાડવી ઘણી જ મુકેલ છે. વસ્તીને વધારે: એ તે કેવળ તક જુદું જ બહાનું છે. કેમકે–વસ્તી વધારો ૫૦ વર્ષમાં બેવડે માની લેવાય, તેવડો માની લેવાય. તે પણ મેઘવારી કેટલા ગણું?–ત્રણ, ચાર, પાંચગણું વધી ગઈ છે. દૂધ એક અને બે આને મળતું હતું તેને બદલે ૧૦-૧૨ આના સુધીનો ને કયાંક તો એક રૂપિયા ઉપરને ૧ રૂપિયા સુધીનેયે ભાવ પહોંચેલો છે. એટલે કે “માંધવારી અને બેકારીના મુખ્ય કારણે કૃત્રિમ છે.” એમ કેટલાકેનું મંતવ્ય વજનદાર છે. તે કારણેથી બેકારી અને મેંઘવારી વધવાનું ધારીને જ હેપ્પીતાલ, અનાથાશ્રમ, શિક્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy