SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯ર.] ૩ અને બની શકે તો તે ખાતાઓને હિસાબ પ્રગટ કરવા માટે દરેક શહેરના તથા ગામના જૈન આગેવાનોને આ કેન્ફરન્સ ભલામણ કરે છે.” પબ્લીક ટ્રસ્ટ એકટની સગવડ કરી આપવા માટેની પૂર્વ તૈયારી આ ઠરાવમાં સમાયેલી છે. તે જમાનાને અનુસરીને અને “હિસાબ પ્રગટ કરવા” એ શબ્દો શું સૂચવે છે? ૫ “ આમ કોન્ફરન્સે પિતાને એક મહાન રાષ્ટ્રીય સંસ્થા તરીકે પૂરવાર કરી છે.... આ સંસ્થા રાષ્ટ્રીય છે? ધાર્મિક છે? સામાજિક છે? ૬ તીર્થે સંબંધિ કેસો કરવાની જરૂરીઆતનો પ્રચાર કરે કેન્ફરન્સ, અને લડે શેઠ આણંદજી કલ્યાણ ની પેઢી. લગભગ એમ જ બન્યું છે. દરેકમાં ત્રીજો પક્ષ દાખલ થઈ ગયો છે. શ્રી ગિરનારજીમાં મારી સ્મૃતિ પ્રમાણે કેટલાક પ્રાચીન પૂરાવાઓ ઉપરથી શ્રી સમગ્ર ગિરિ શ્રી જૈન શાસનની માલિકીને છતાં વિદ્યમાન મંદિરે વિગેરે સિવાય સરકારને ઠરાવી દેવામાં સંકોચ અનુભવાય જણાતું નથી. ઈત્યાદિ. આ જાતની સંસ્થાઓ ઉભા કરાવવાનો વિદેશીઓનો ઉદ્દેશ૧ ધર્મો વગેરેની પરંપરાગત સંસ્થાઓમાં બુદ્ધિભેદ કરવાનો હતો. ૨ “તમામ મિલકતો ઉપરની માલિકી પોતાની વિદેશીયોની છે.' આ ગૂઢ હેતુ સફળ કરવામાં નવી સંસ્થાઓ સહાય કરે. ૩ તીર્થો અને ધર્મ સ્થાનો વિષે કાયદાઓની યોજનાઓથી હક્કોની સાઠમારી જાગે ત્યારે તેના ફેંસલા કરવામાં ત્રીજા પક્ષકાર તરીકે દાખલ થવાની વિદેશીય સત્તાને તક મળે. ૪ પરિણામે વિદેશના હિત માટેના આધુનિક ધંધાઓ–અર્થતંત્રને વેગ મળે, તથા તદનુકૂળ કેળવણીના પ્રચારને વેગ મળે. - ૫ વિદેશીય શેષણ અને ધંધાના પરિવર્તનથી ઉત્પન્ન થતી બેકારીને પરિણામે બેકાર ભાઈઓને સહકાર આપવા તરફ જાહેરનું લક્ષ્ય કેન્દ્રિત કરી, શેષણ રોકવા તરફ લક્ષ ન જવા દઈ શેષણરૂપી હિંસા ચાલુ રાખવાની સગવડ મેળવી લેવાય. ૬ ધાર્મિક પ્રવૃત્તિ સિદ્ધાંતિ અને આચારોની વ્યાખ્યાઓ તથા અમલી કરવામાં નવીન ભાવનાએને અનુરૂપ પરિવર્તન. ૭ જુનું તે સોનું એવી માન્યતા નથી. પરંતુ જુનું છતાં જે સેનું છે, તેને ઉલટાવી નાંખવું તે આપઘાત સમાન છે.’ તેને ઉલટા અર્થમાં મૂકીને તે જાતને આપધાત કરાવવો. ૧ પરંપરાગત સંસ્થાઓ સામે નવીન સંસ્થાઓ થવાથી બુદ્ધિભેદ ઉત્પન્ન થાય છે. અને શ્રીસંઘ બે આદશભેદેમાં વહેંચાઈ ગયો છે, અને ભયંકર કુસંપના ઊંડા ખીલા રોપાઈ ગયા છે. ૨ જ્ઞાન-ભંડારે વગેરે ઉપર માલિકી હક્ક આડકતરી રીતે વધુ સ્પષ્ટ સ્વરૂપમાં સ્થાપી દેવામાં આવ્યો છે, માત્ર તેના વ્યવસ્થિત લિસ્ટ આપણું જાણકારો પાસે કરાવી લેવાની રાહ હતી, ત્યાં તે સ્થાપવાનું સ્પષ્ટ કરવામાં ઢીલ કરવામાં આવી હતી. ધર્મ સ્થાનોમાં ત્રીજો પક્ષ સ્થાપિત કરી ગભિત માલિકી હક્કનું સંચાલન કરવામાં આવેલું છે. કોર્ટમાં કેસે લઈ જવાની મુખ્ય ચાલ આવી નવી સંસ્થાઓએ ચલાવી છે. જેથી ત્રીજા પક્ષના હિતસંબંધ સ્થાપિત થઈ ગયા છે. કેર્ટીના કે પ્રીવી કાઉન્સીલના ફેંસલા તટસ્થ અને સ્વાર્થથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy