________________
દંડક-પ્રકરણ
દિશાએ છ છે. પૂર્વ, પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પર્વ. અધો.
એક ચાર ડબ્બામાં રાઈના દાણા ઠાંસીને ભરેલા છે. એક દાણાની પાસે ચારે બાજુમાં અને ઉપર-નીચ એમ છ દાણા ગાયવાયેલા હોય છે. દાખલા તરીકે એવી રીતે વચમાં રહેલા એક એક દાણામાં કેઈપણ એક જીવ છે. તે પોતાની બાજુના છે દાણાની છ દિશા તરફથી આહાર મેળવી શકે છે.
પરંતુ બરાબર ઉપરના ખુણામાં રહેલા છેવટના એક દાણાની બે બાજુમાં અને નીચેની એક બાજીમાં સીધી લીટીમાં રહેલા દાણામાંના ત્રણજ દાણ અડીને રહેલા છે. એટલે તેમાં રહેલા અને બીજી ત્રણ બાજુ ડબાનું પતરાં આવેલું છે. માટે ત્રણ જ દિશાને આહાર મળવી શકે છે.
એ રીત ખુણામાં રહેલા દાણાની બાજુમાં એ જ ઉપલા ચરમાં છેલ્લી હારમાં રહેલા દાણાને ચાર દિશાનો આહાર મળશે,
કેમકે–તેની એક આજી ઉપલી હારના બે બાજુએ બે, અને પાછળની હારને એક તથા નીચેની હારે છેલ્લા એક દાણે બાજુમાં જ આવેલા છે. સામેની બાજુએ અને ઉપર ડબાનું પતરું આવેલ છે. આ રીતે વિચારતાં ચાર દિશાને આહાર મળશે.
હવે–એજ ઉપરના થરની છેલ્લી હારમાં રહેલા બીજા દાણાની બાજુને દાણે લઈએ. તે તેની બે બાજુએ એક એક દાણે છે, અને બીજી બે બાજુએ બે હાર છે. તેને એક એક દાણા અડેલા છે. નીચે એક હાર છે. તેના દાણે અડેલ છે. એમ પાંચ દાણા અડી શકે છે. માત્ર ઉપર ડબાનું પતરું અડેલું છે. આ રીતે તેની પાંચ બાજુએ પાંચ દાણા છે. માટે તેને પાંચ દિશા આધાર મળે છે.
હવે પાંચ બાજુએ રાઈના દાણા આવી રહેલા હાય. તેની નીચના દાણાની બાજુમાં જ દાણા આવી રહેલા છે. એટલે તેને નીચેના દાણાને છ દિશાના આહાર મળશે.
આ રીતે ચોદ રાજલોકમાં છે. તથા ખુણે આવેલા જીવોને ૩ ૪-૫ દિશાને આહાર હોય છે,
અને વચ્ચેના જીવોને છ દિશા તરફના આહાર હેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org