________________
૨૪
દેડક--પ્રકરણ પરંતુ કેવળ એમ નથી. જીભને બદલે જે કણી નાકમાં મૂકી હેત તો આ ગળી છે. એમ તો તે ન જ કહી શકત. એટલે જીભ જે કે ગંધની પરીક્ષા કરી શકતી નથી. પણ સ્વાદ ઓળખવામાં તો ઉપયોગી છે જ. તેના વિના ચાદ જણાય જ નહીં. પણ જીભ કાંઈ એકલી એ કામ આપી શકતી નથી.
જીભની અંદર અલ્લાની ધાર જેવો સૂમ જ્ઞાનતંતુને આકાર છે. તેની સાથે જીભ ઉપર મૂકાયેલી સાકરેને સંબંધ થાય છે, તે જ વખતે ગળે રસ જાણવાની આત્મામાં રહેલી જ્ઞાનશક્તિ જાગ્રત થઈને તરત તેને જાણી લઈને બીજી જ્ઞાનશક્તિને લીધે મનમાં નિશ્ચય થાય છે કે આ ગ રસ છે.
દ્રવ્ય અને ભાવ ઈન્દ્રિ હવે આમાં–મુખ્ય બે કામ થયાં. શરીરનું અને આત્માનું, જીભ અને તેની અંદરનો સમ આકારનો અવયવ એ બંનેય શરીરના તમાંથી બનેલ છે, અને તેને લીધે આમાનો જે જ્ઞાનગુણ જાગી ઉઠે છે. એ આત્માનું જ્ઞાન તત્તવ છે. ગો જાણવાને જ્ઞાનશક્તિ તો આત્મામાં હોય છે, પરંતુ તે નિમિત્ત મળતાં જાગી ઉઠે છે. અને પછી બરાબર વસ્તુનું સ્વરૂપ જાણું લઈ. મનથી નક્કી કરે છે, તે પણ એક જાતના જ્ઞાનગુણની જાગૃતિ છે.
આમાં જીભ અને તેની અંદરના અવયવ એ નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય છે. તેમાં પોતાનો જ વિષય જાણવાની જે અમૂક શક્તિ છે. તેને ઉપકરણ દ્રવ્ય ઇન્દ્રિય કહે છે. હવે નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિયમાં જીવને બાહ્ય અવયવ ધ નિવૃત્તિ બેન્દ્રિય કહેવાય છે. અને અંદરનો અવયવ-અભ્યન્તર નિવૃત્તિ બેન્દ્રિય રૂપે ઉત્પન્ન થયેલ છે. અને કામમાં આવતી વિષય જાણવાની શકિતને ઉપકરણ એટલા માટે કહેવાય છે કે તે શક્તિથી એ બાહ્ય અને અત્યાર અવયવો પણ વસ્તુ જાણવા સમર્થ થઈ શકે છે.
હવે આત્મામાં રહેલી જ્ઞાનશક્તિ અને તેની જાગૃતિને ભાવેન્દ્રિય કહેવાય છે. તે જિન્દ્રિય મતિજ્ઞાનાવરણીયકર્મનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org