________________
ઓળખવાને સ્પર્શનેન્દ્રિય તો હોય છે. શરીરમાં એ ઇન્દ્રિય અંદર અને બહાર બધે ય અમ આકારથી ફરી વળેલ હોય છે. શરીર ઉપરની ચામડી વગેરેમાં તે ફેલાયેલ છે. એટલે તેનો બાહ્ય આકાર કેઇપણ જાતનો જણાતું નથી. તો પણ વ્યવહારથી બાહ્ય ચામડીને લાકમાં સ્પશનેન્દ્રિય કહે છે. શરીરની અંદરનો કે બહારનો કોઈપણ ભાગ એ ઈન્દ્રિય વિના ખાલી નથી એટલે કે-શરીરના અંદરના જઠર, હૃદય વગેરે કઈપણ અવયવ ઉપર ઉનું પાણી રેડીએ, તો તેને ઉણતા જણાયા વિના નહીં રહે. ૨ એન્દ્રિય સિવાયના અને મધુર, તીખો, કડે વગેરે રસે ચાખવાને રસનેન્દ્રિય પણ હોય છે. સામાન્ય રીતે પ્રાણીઓના મોઢામાં જણાતી જીભ રસનેન્દ્રિય-કહેવાય છે. ૩ એકેન્દ્રિય, બેઈન્દ્રિય સિવાયના જીવોને સુગન્ધ, દુગધ સુંઘવાને ધ્રાણેન્દ્રિય પણ હોય છે. સામાન્ય રીતે નાકને ધ્રાણેન્દ્રિય કહેવામાં
આવે છે. ૪ એકેન્દ્રિય. બેઈન્ડિય. અને તે ઈન્દ્રિય સિવાયના પ્રાણીઓને શ્વેત, રકન. પીત, વગેરે વોં-ગે જવાને ચક્ષુરિન્દ્રિય પણ હોય
છે. સામાન્ય રીતે આંખને ચક્ષુરિન્દ્રિય કહેવામાં આવે છે, ૫ એન્દ્રિય, બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિદ્રિય સિવાયના પ્રાણીઓને શબ્દ-ધ્વનિ સાંભળવાને શ્રોત્રેન્દ્રિય વધારે હોય છે, સામાન્ય રીતે કાનને શ્રોત્રેન્દ્રિય કહેવામાં આવે છે.
ઈન્દ્રિયોને ઉપયોગ આપણને એમ લાગે છે કે--આપણાં આંખ, કાન, નાક, જીભ અને ચામડી આપણને દેખાડે છે, સંભળાવે છે, સુંઘાડે છે. ચખાડે છે અને સ્પર્શને અનુભવ કરાવે છે, પરંતુ કેવળ એમ થતું નથી.
દાખલા તરીકે--બે આંધળા માણસની જીભના ટેરવા ઉપર ધોળી ચળકતી જુદી જુદી જાતની બે કણીઓ મૂકીશું, તો એક કહેશે કે “આ ગળી છે. અને બીજે કહેશે કે- “આ ખાટી છે.” કેમકે પહેલી કણી સાકરની હતી, અને બીજી કણી ફટકડીની હતી, તો એ ગળપણ અને ખટાશ નક્કી કરી આપનાર કોણ ? ત્યારે તમે કહેશે જ, કે--જીભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org