________________
૫૮
નવતત્વપ્રકરણ સાથ :
સમય કહેવાય. જેમ પુગલ દ્રવ્યને સૂક્ષ્મ વિભાગ પરમાણુ છે, તેમ કાળને અતિ સૂકમ વિભાગ સમય છે. આંખના એક પલકારામાં પણ અસંખ્ય સમય વ્યતીત થઈ જાય છે. અતિ જીર્ણ વસ્ત્રને ત્વરાથી ફાડતાં એક તંતુથી બીજા તંતુ સુધીમાં જે કાળ લાગે છે, (અથવા એકજ તંતુ ફાટતાં જે કાળ લાગે છે. તે પણ અસંખ્ય સમય—પ્રમાણ છે. અથવા કમળના અતિ કમળ ૧૦૦ પત્રને ઉપરા ઉપરી ગોઠવી અતિ બળવાન મનુષ્ય ભાલાની તીક્ષણ અણુથી પાંદડા વધે, તે દરેક પત્ર વધતાં અને ઉપરના દરેક પત્રથી નીચેના પત્રમાં ભાલાની અણું પહોંચતાં દરેક વખતે અસંખ્ય અસંખ્ય સમય કાળ લાગે છે. જેથી ૧૦૦ કમળ પત્ર વેધતાં ૧૯૯ વાર અસંખ્ય અસંખ્ય સમય વ્યતીત થાય છે. એવા અતિ સૂક્ષ્મ કાળનું નામ એક સમય છે, તેવા અસંખ્ય સમયની ૧ સાજા થાય છે. તેવી સંખ્યાતી (એટલે ૧૬૭૭૭૨૧૬) થી કાંઈક અધિક આવલિકાઓનું ૧ મુહૂર્ત મુહૂર્ત એટલે બે ઘડી. ૩૦ મુહૂર્તને ૧ વિષ, ૧૫ દિવસને ૧ પક્ષ (પખવાડી6'); બે પક્ષને ૧ માસ, ૧૨ માસનું ૧ વર્ષ, અસંખ્યાત વર્ષનું ૧ વઘમ; ૧૦ કેડાર્કડિ પલ્યોપમને ૧ સાજો ૪ તેવા ૧૦ કેડોકેડિ* સાગરોપમની ૧ ઉત્તળ અને તેટલા જ કાળની ૧ સાજી: ૧ ઉત્સપિણી અને અવસર્પિણું એ બે મળીને ૧ ૪% ૨૦ કડાકડિ સાગરોપમ પ્રમાણને થાય છે. એ પ્રમાણે કાળનાં લક્ષણ અથવા ભેદ કહ્યા. આ સર્વ ભેદ વ્યવહાર કાળના જાણવા. અહિં ઉત્સપિણિી તે ચઢતે કાળ અને અવસર્પિણી તે ઉતરતો કાળ છે. કારણ કે-આયુષ્ય-બળ–સંઘયણશુભવ–ગંધ-રસ-સ્પર્શ ઈત્યાદિ અનેક શુભ ભાવની ઉત્સર્પિણીમાં કમેકમે વૃદ્ધિ થતી રહે છે, અને અવસર્પિણીમાં હાનિ થતી જાય છે.
૧ અહી ૧૨-૧૩ મી ગાથામાં કહેલું કાળનું સર્વ વર્ણન વ્યવહાર કાળનું જાણવું. શ્રી ચન્દ્રપ્રજ્ઞપ્તિ સૂર્યપ્રાપ્તિ અને તિબ્બરંડક આદિ શાસ્ત્રોમાં વિશેષથી વ્યવહારકાળનું જ વર્ણન ઘણા વિસ્તારપૂર્વક કરેલું છે.
ક દોડને કોડથી ગુણતાં કડાકડિ થાય છે. એમ સર્વત્ર જાણવું, જેથી અહીં ૧૦ કેડાછેડી એટલે ૧૦,૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org