________________
પ૪
નવતત્ત્વપ્રકરણ સાથે
કમના ઉદયથી છે, તથા એ ઉદ્યોત જેમાંથી પ્રગટ થાય છે, તે પુદ્ગલ સ્કંધો છે, અને ઉદ્યોત પોતે પણ પુદ્ગલ સ્કંધે છે.
-ચંદ્ર વગેરેના પ્રકાશમાંથી અને સૂર્યના પ્રકાશમાંથી જે બીજે કિરણ રહિત ઉપપ્રકાશ પડે છે, તે પ્રમા પુદગલ સ્કંધમાંથી પ્રગટ થઈ છે, અને પિતે પણ પુગલ કોને સમૂહ છે. જે પ્રભા ન હોય, તે સૂર્ય વગેરેનાં કિરણોને પ્રકાશ જ્યાં પડતું હોય ત્યાં પ્રકાશ અને તેની પાસેનાજ સ્થાનમાં અમાવાસ્યાની મધ્ય રાત્રિ સરખું અંધારું જ હોઈ શકે, પરંતુ ઉપપ્રકાશ રૂપ પ્રભા હેવાથી તેમ બનતું નથી. શાસ્ત્રમાં ચન્દ્રાદિકની કાતિને પણ પ્રભા કહી છે.
છાયા-દર્પણમાં અથવા પ્રકાશમાં પડતું જે પ્રતિબિંબ તે છાયા કહેવાય. તે બાદર પરિણામ સ્કંધમાંથી પ્રતિ સમય જળના કુવારાની માફક નિકળતા આઠસ્પશી પુદ્ગલ સ્કંધોને સમુદાય જ પ્રકાશાદિના નિમિત્તથી તદાકાર પિંડિત થઈ જાય છે. તે છાયા કહેવાય છે. અને શબ્દાદિવત્ પૂર્વે કહ્યા પ્રમાણે બને રીતે પુગલ રૂપ છે.
તિ-શીત વસ્તુનો ઉષ્ણ પ્રકાશ તે આત.. એ પ્રકાશ સૂર્યના વિમાનમાં રહેલા બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવોના શરીરને હોય છે, અને સૂર્યકાન્તાદિ રત્નને હોય છે. કારણકે સૂર્યનું વિમાન અને સૂર્યકાન્ત રત્ન પિતે શીત છે, અને પિતાને પ્રકાશ ઉષ્ણ છે. પરન્તુ રપગ્નિને ઉષ્ણ પ્રકાશ તે આતપ કહેવાય નહિ, કારણકે અગ્નિ પિતે ઉષ્ણ છે. વળી ચદ્રાદિકના ઉદ્યોતની પેઠે આ આતપ પોતે પણ અનન્ત પુદ્ગલ સ્કંધને સમુદાય પ્રતિસમય સૂર્યના વિમાન સાથે જે પ્રતિબદ્ધ છે, તે છે. માટે બને રીતે પુદ્ગલરૂપ છે.
વળ ૫-શ્વેતવર્ણ, પતવર્ણ, રકતવર્ણ, નીલવર્ણ, અને કૃષ્ણવર્ણ એ પાંચ મૂળ વર્ણ છે, અને વાદળી, ગુલાબી, કરમજી આદિ જે અનેક વર્ણભેદ છે, તે એ પાંચ વર્ણોમાંના કેઈપણ એક ભેદની તારતમ્યતાવાળા અથવા અનેક વર્ણના સંયેગથી ઉત્પન્ન થયેલા જાણવા. વણે પરમાણુ આદિ દરેક પુલ માત્રમાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org