________________
૨૦
નવતત્ત્વપ્રકરણ સાથ
તથા જે જીવે માતપિતાના સંગ વડે ગર્ભાશયમાં ઉત્પન્ન થાય છે, તેવા મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય તથા કુંભમાં ઉપપાત + જન્મથી ઉપજનારા નારકીઓ તેમજ ઉપપાત શય્યામાં ઉપપાત જન્મથી ઉપજનારા દેવે એ સર્વે તથા પ્રકારના વિશિષ્ટ મનોવિજ્ઞાનવાળા હેવાથી (દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા હોવાથી) સંજ્ઞત્રિય કહેવાય છે.
એ પ્રમાણે એકેન્દ્રિયના ૨ ભેદ, કીન્દ્રિયનો ૧ ભેદ, વીન્દ્રિયને ૧ ભેદ, ચતુરિન્દ્રિયને ૧ ભેદ તથા પંચેન્દ્રિયના ૨ ભેદ મળીને ૭ ભેદ થયા, એ સાતે ભેદવાળા જી અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે બે પ્રકારના હોય છે. જે જીવને જેટલી પર્યાપ્તિ આગળ કહેવાશે તેટલી પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના મરણ પામે તે પર્યાપ્ત કહેવાય અને તેટલી પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા બાદ મરણ પામે તે ક્યા કહેવાય. - અહિં સંક્ષેપમાં એટલું જ જાણવું કે સ્વગ્ય પર્યાસિઓ પૂર્ણ કર્યા વિના મરણ પામનારે જીવ લબ્ધિઅપર્યાપ્ત કહેવાય, અને સ્વયેગ્ય પર્યાસિઓ પૂર્ણ કરીને મરણ પામનારે જીવ લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે. ત્યાં દરેક અપર્યાપ્ત (એટલે લબ્ધિઅપર્યાપ્ત) જીવ પહેલી ત્રણ પર્યાપ્તિએજ પૂર્ણ કરી શકે છે. જેથી, પાંચમી અને છઠ્ઠી એ ત્રણે પર્યાપ્તિઓ અધૂરી જ રહે છે, તથા પર્યાપ્ત (એટલે લબ્ધિપર્યાપ્ત) જીવ તે સ્વયોગ્ય ચાર, પાંચ અથવા છ પર્યાસિઓ પૂર્ણ કર્યા બાદ જ મરણ પામે છે. અહિં પર્યાપ્તિ સંબંધી વિશેષ સ્વરૂપ આગળ છઠ્ઠી ગાથાના અર્થમાં કહેવાશે.
જીવનું લક્ષણ नाणं च दंसणं चेव चरितं च तवो तहा; वीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ॥५॥
+ સમૂચ્છન–ગર્ભજ-અને ઉપપાત એ ત્રણ પ્રકારનો જન્મ છે. તેમાં ઉપપાત જન્મ દેવ-નારકને હોય છે, અને બાકીના બે જન્મ-મનુષ્ય-તિર્યંચમાં હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org