________________
૧૬૬
નવતત્ત્વપકરણ સાથે
તથા ક્ષેત્રદ્વાર વિચારતાં–સિદ્ધના જી લેકના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રમાં રહ્યા છે, કારણ કે એક સિદ્ધની અવગાહના જઘન્યથી ૧ હાથ ૮ અંગુલ હોય, અને ઉત્કૃષ્ટથી ૧ ગાઉને છઠ્ઠો ભાગ એટલે ૩૩૩ ધનુષ ૩૨ અંગુલ અર્થાત્ ૧૩૩૩ હાથ અને ૮ અંગુલ એટલી ઉંચી અવગાહના હોય છે. અને એ ક્ષેત્ર લેકના અસંખ્યાતમા ભાગ જેટલું જ છે, માટે એકેક સિદ્ધ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં રહ્યા છે. તથા સર્વ સિદ્ધ આશ્રયી વિચારીએ તે ૪૫ લાખ જનવાળી સિદ્ધશિલા પૃથ્વી ઉપર એક જનને અનતે ૪૫ લાખ
જન તિર્યફ ( આડા ) વિસ્તારવાળા ૧૬ ( એક ષષ્ઠમાંશ ) ગાઉ ઊર્વપ્રમાણુ જેટલા આકાશક્ષેત્રમાં સિદ્ધ જીવે અલકની આદિ અને લેકના અંતને સ્પશીને રહ્યા છે તે સર્વ ક્ષેત્ર પણ લેકના અસંખ્યાતમાં ભાગ જેટલું છે, માટે સર્વ સિદ્ધ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં રહ્યા છે, એ પ્રમાણે બે રીતે ક્ષેત્ર દ્વાર કહ્યું (અન્ય દર્શનીઓ જે કહે છે કે ઈશ્વર એક જ છે અને તે પણ આ સચરાચર (ત્રીસ-સ્થાવર તથા જડ-ચેતનમય) જગતમાં સર્વ સ્થાને વ્યાપી રહ્યો છે. તે આ ત્રીજા દ્વારની પ્રરૂપણાથી અસત્ય છે, એમ જાણવું )
રૂતિ રૂ ક્ષેત્ર દ્વાર | સ્પર્શના, કાળ અને અન્તર અનુગ દ્વારે. फुसणा अहिया कालो, इग सिद्ध पडुच्च साइओणंतो। पडिवायाभावाओ; सिद्धाणं अंतरं नत्थि ॥४८॥
સંસ્કૃત અનુવાદ स्पशनाधिका कालः एकसिद्ध प्रतीत्य साधनन्तः प्रतिपाताऽभावतः सिद्धानामन्तर नास्ति ॥ ४८ ।।
અન્વય સહિત પદદ फुसणा अहिया कालो इग सिद्ध पडुच्च साइओण तो पडिवाय अभावाओ सिद्धाण अंतर नत्थि ॥ ४८ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org