________________
૧૫૮
નવતરવપ્રકરણ સાર્થક (એટલે અભાવ એવા અર્થથી) જ્ઞાનને અભાવ તે કશાન એમ નહિં, આ જ્ઞાન મિથ્યાત્વ યુક્ત હોવાથી અજ્ઞાન કહેવાય છે, માટે મિથ્યાદષ્ટિએનું જ્ઞાન તે અજ્ઞાન અને સમ્યગદષ્ટિઓનું જ્ઞાન તે જ્ઞાન કહેવાય.
પ્રશ્ન-સમ્યગદષ્ટિની પેઠે મિથ્યાષ્ટિઓ પણ “ઘટને ઘટ) પટને પટ” ઈત્યાદિ વસ્તુના છતા (વિદ્યમાન) ધર્મ કહે છે, પરંતુ “બ્રટને પટ તથા “પટને ઘટ” એમ વિપરીત સમજતા અને કહેતા પણ નથી તે પણ એકને જ્ઞાન કહેવું અને બીજાને અજ્ઞાન કહેવું એ પક્ષપાત કેમ ?
ઉત્તરતેમાં પક્ષપાત નથી. ખરી વસ્તુસ્થિતિ છે. ઘડે જેમ એક દૃષ્ટિથી ઘડો છે. તેમ બીજી દૃષ્ટિથી તેના બીજા અનેક સ્વરૂપે છે. મિથ્યાદષ્ટિવાળાના ધ્યાનમાં એ બીજા અનેક સ્વરૂપે હતાં નથી. અને સમદષ્ટિ જે વખતે ઘડાને ઘડો કહે છે. તે વખતે તેનાં બીજા સ્વરૂપ તેના ખ્યાલમાં હોય છે, અને મિથ્યાદષ્ટિ ઘડાને ઘડે જ કહે છે,–તેનો અર્થ એ કે બીજા સ્વરૂપનું તેનું અજ્ઞાન છે. એટલે ઘડાને જે છે, તે તે જાણતા નથી. આજ કારણથી વ્યવહારમાં ઘણું સાચી વસ્તુને ખોટી અને બેટીને સાચી માની બેસે છે. જેથી તપરંપરા વધે છે. દુટિ એટલે ખ્યાલ–ઉદ્દેશ. ખોટા ખ્યાલ કે ઉદેશવાળે માણસ તે મિથ્યાષ્ટિ, અને સાચા ખ્યાલ કે ઉદેશવાળે માણસ તે સમ્યગદષ્ટિ. આ ભેદ સહેજે સમજાય તેવે છે.
મિથ્યાદષ્ટિનાં મતિ, શ્રત અને અવધિજ્ઞાન. તે મર્નિશાન, અત્ત-જ્ઞાન અને રિમજ્ઞાન કહેવાય છે. વિ=વિરુદ્ધ. મંત્રબોધ જેમાં તે વિમાન
ખુલાસે – શ્રતજ્ઞાનમાં એ સમજવાનું છે કે રામાયણ-ભારતવેદ વગેરે શાના પ્રણેતા મિથ્યાષ્ટિએ છતાં તેને જે રીતે સમજવા જોઈએ તે રીતે સમજી લેનાર સમ્યગદષ્ટિ, તેને શાસ્ત્રોનું સમ્યકશ્રત ગણાય છે અને આચારાંગ વગેરે શાસ્ત્રોના પ્રણેતા સમ્યગદષ્ટિઓ છતાં મિથ્યાષ્ટિ તેને યથાર્થ રીતે ન જાણી શકે તે મિથ્યાર્થિઓને આચારાંગઠિકથી થતું જ્ઞાન તે મિથ્યાજ્ઞાન-શ્રુત અજ્ઞાન ગણાય છે.
મિથ્યાદષ્ટિને છેલ્લાં બે જ્ઞાન ન થાય માટે તેનાં અજ્ઞાન નથી હોતાં.
૮ સંયમ માર્ગણું ૭–સંવરતત્ત્વના પાંચ ચાસ્ત્રિના અર્થમાં કહેલી છે. ત્યાંથી જાણવી. સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત, દેશવિરતિ, અને અવિરતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org