________________
૮ બતાવ
૧૪૩
થાય છે. આ કર્મને સ્વભાવ જીવના અગુરુલઘુ ગુણને રોકવાને છે,
ઉપદેશ આપતા સંભળાય છે કે-મનુષ્યત્વ સવ’ મનુષ્યમાં સરખું છે, માટે કેઈએ કોઈને ઉચ્ચ-નીચ માન અથવા તેમ માનીને ખાનપાન આદિ વ્યવહારમાં જાતિભેદ કે વર્ણભેદ રાખો તે અમાનુષી–રાક્ષસી આચાર છે. ઉચ્ચ-નીચપણને ભેદ તે ટુંકી દૃષ્ટિવાળા પૂર્વજોએ મતિકલ્પનાથી ઉભો કરે છે. માટે આ વિચારની ઉદારતાવાળા જમાનામાં તે તે ભેદ સર્વથા નાબૂદ કરવા જેવો છે. ઈત્યાદિ કંઈક વિચિત્ર માન્યતાઓ ઉભી કરી સર્વ મનુષ્ય સાથે ખાનપાન આદિકના સર્વ વ્યવહાર સમાન રીતે રાખવાને ઉપદેશ આપે છે, પરંતુ તે સર્વ માન્યતાઓ આયધર્મની વિરુદ્ધ છે. કારણ કે શ્રી જિનેન્દ્રશાસ્ત્રોના આધાથી વિચારતાં તે આ સાતમા ગાત્રકના ૨ ભેદ ઉપરથી ઉચ્ચ-નીચપણને વ્યવહાર કમજન્ય હોવાથી કુદરતી જ સમજાય છે, પરંતુ કોઈ પૂર્વાચાર્યોએ મન કલ્પિત ભેદ ઉભો કર્યો હોય તેમ કઈ રીતે માની શકાય નહિ. તથા ઉચ્ચ-નીચપણાને ભેદ ગુણકાર્ય–આચાર અને જન્મ (તથા ક્ષેત્ર) ઉપર આધાર રાખે છે. તથા ઉચ્ચનીચપણને ભેદ વચનમાત્રથી ભલે માનવામાં ન આવે, પરન્તુ કુદરતના કાયદાને તાબે થઈને તે તેઓ પણ પ્રવૃત્તિથી તે ભેદને કેટલીક રીતે સ્વીકારે જ છે.
પુનઃ શ્રી મહાવીર સ્વામી બ્રાહ્મણના ભિક્ષુકુળમાં અવતર્યા (ગર્ભમાં આવ્યા) તે કારણથી સીધમ ઇન્દ્ર સરખા દેવાધિપતિનું સિંહાસન પણ ચલાયમાન થયું અને ઈન્દ્રને પિતાની આવશ્યક ફરજ વિચારી ગર્ભસંહરણ જેવા પરિશ્રમમાં ઉતરવું પડયું, તેથી ઉચ્ચ-નીચપણને ભેદ પ્રાચીન અને કુદરતી છે. એમ સ્પષ્ટ થાય છે. નાહંતર ચાલુ જમાનાની ઉપરોક્ત માન્યતા પ્રમાણે વિચારીએ તે શ્રી મહાવીર ભગવાન જે દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીથી જન્મ ધારણ કરે તે શું જ્ઞાન-દર્શન-ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના ન કરી શકે ? અથવા મેક્ષપદ ન પામી શકે શું બ્રાહ્મણના ભિક્ષુકકુળમાં જન્મેલા જીવોને શાસ્ત્રમાં મોક્ષપદને નિષેધ કર્યો છે? શું બ્રાહ્મણીનું અને ત્રિશલા ક્ષત્રિયાણીનું મનુષ્ય પણું. સરખું ન હતું ! તથા સૌધમ ઈન્દ્ર જેવા દેવાધિપતિને બે સ્ત્રીઓના મનુષ્યત્વની સમાનતા વગેરે દલીલે નહિં સમજાઈ હોય ! કે જેથી “તીર્થકરે, ચક્રવતિઓ વાસુદેવો, બલદે, ભિલુકકુળમાં ઉત્પન્ન થાય નહિ, અને કદાચ અનન્તકાળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org