________________
૧૪૨
નવતત્વપ્રકરણ સાથે:
- રૂ વેદનીય કર્મને સ્વભાવ જીવને સુખ-દુઃખ આપવાનું છે. જેમ મધવડે લેપાયેલી તરવારને ચાટતાં પ્રથમ મીઠાશ લાગે છે, પરંતુ, જીભ કપાવાથી પશ્ચાત્ દુઃખ ભોગવવું પડે છે, તેમ અહિં શાતા વેદનીયને અનુભવતાં પરિણામે અતિશય અશાતાદનીયને પણ અનુભવવી પડે છે.
આ કર્મ જીવના અવ્યાબાધ-અનન્ત સુખ ગુણને રેકે છે.
૪ મોચ મને સ્વભાવ જીવના સમ્યક્ત્વગુણ તથા અનન્ત ચારિત્રગુણને સેવાને છે, એ મેહનીય કર્મ મદિરા સરખું છે. જેમ મદિરા પીવાથી જીવ બેશુદ્ધ થાય છે, હિત-અહિત જાણતા નથી, તેમ મોહનીયના ઉદયથી પણ જીવ ધર્મ-અધર્મ કંઈ પણ જાણું–આદરીપાળી શકતું નથી.
આ કર્મથી જીવને દર્શન અને અનન્ત ચારિત્રગુણ રોકાય છે.
૬ બાયુષ્ય મને સ્વભાવ જીવને અમુક ગતિમાં અમુક કાળ સુધી રેકી રાખવાનું છે, માટે એ કર્મ બેડી સરખું છે. જેમ બેટીમાં પડેલે મનુષ્ય રાજાએ નિયમિત કરેલી મુદત સુધી બંદીખાનામાંથી બહાર નીકળી શકે નહિ, તેમ તે તે ગતિ સંબંધી આયુષ્ય કર્મના ઉદયથી જીવ તે તે ગતિમાંથી નિકળી શક્તા નથી.
આ કર્મથી જીવને અક્ષયસ્થિતિ ગુણ રકાય છે,
દ નામકર્મને સ્વભાવ ચિત્રકાર સરખે છે. નિપુણ ચિતારો જેમ અનેક રંગોથી અંગ ઉપાંગ યુક્ત દેવ, મનુષ્ય આદિનાં અનેક રૂપે ચિતરે છે. તેમ ચિતારા સરખું નામ પણ અનેક વર્ણવાળાં અંગઉપાંગ યુક્ત દેવ, મનુષ્ય આદિ અનેક રૂપે બનાવે છે.
આ કમને સ્વભાવ જીવના અરૂપી ગુણને રોકવાને છે.
૭ જોત્ર કુંભાર સરખું છે. જેમ કુંભાર ચેરી, કુંભસ્થાપના વગેરે માટે ઉત્તમ ઘડા બનાવે, તે માંગલિક તરીકે પૂજાય છે, અને મદિરાદિકના ઘડા બનાવે તે નિંદનીય થાય છે. તેમ જીવ પણ ઉચ્ચ ગેત્રમાં જન્મે તે પૂજનીક અને નીચ ગેત્રમાં જન્મે તે નિંદનીક
૧ ચાલુ જમાનામાં ઉચ્ચકુળના તથા નોકુળના મનુષ્યોના પરસ્પરના કેટલાક વ્યવહારમાં તથા પ્રકારની વિષમતા જોઈને કેટલાક જને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org