________________
માણાના પૂર્વોક્ત ૬૨ ઉત્તર માર્ગણાભેદ હોય. એકેકી મૂળ માર્ગણામાહે સર્વ જીવ આવે. હવે એને વિષે અવસ્થાનક કહે છે.–દેવગતિને વિષે ૧, નરકગતિને વિષે ૨,વિર્ભાગજ્ઞાનીને વિષે ૩. મતિરાનીને વિષે ૪, શ્રુતજ્ઞાનીને વિષેપ, અવધિજ્ઞાની ૬ તથા અવધિદર્શનને વિષે ૭, પશમિક ૧, લાપશમિક ૨, ક્ષયિક ૩, એ ત્રણ સમ્યકત્વને વિષે ૧૦,પલેશ્યાને વિષે ૧૧, શુકલેશ્યાને વિષે ૧૨ અને સંજ્ઞીને વિષે ૧૩; એ તેર માણાને વિષે સંજ્ઞી પંચૅક્રિય પર્યાપ્તો ૧ અને અપર્યાપ્ત ૨, એ બે જીવના ભેદ હાય.
ઈહ અપર્યાપ્ત તે સર્વત્ર કરણ અપર્યાપ્ત જાણે. પણ લબ્ધિ અપર્યાપ્ત નહીં. ઈહાં ત્રણ સભ્યત્વને વિષે જીવના ભેદ ૨ કહ્યા,પણ પશમિક સમ્યકૃત્વને વિષે અપર્યાપ્ત સંસી પંચંદ્રિય કેમ હેાય? ટીકાકારે લખ્યું છે જે ઉપશમ સમ્યત્વવંત મરીને અનુત્તર વિમાને જાય ત્યાં અપર્યાપ્તપણે ઔપશમિક સમ્યકત્વ હેય, પછી ક્ષાપથમિક પામે. પણ વળી ટીકામાં કહ્યું જે ઔપશમિક સમ્યકત્વ મરે નહીં તેમ આયુ ન બાંધે, ત્યારે તે અપર્યાપ્ત કેમ હોય? તથા વળી અન્ય Jથે કહ્યું છે જે ઉપશમશ્રેણિથી ઉપશમ સમ્યકત્વી તે અદ્ધાકાળીઉંચે જ પડે અને વિક્ષયે મરે તે ક્ષાયિક જ હોય ! તે મરીને અનુત્તર વિમાને જાય. यत-उवसमसेटिं पत्ता मरंति उक्समगुणेसु जे सत्ता ॥
ते लवसत्तमदेवा, सबढे खयसम्मत्तजुआ ॥ १ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org