________________
વિવેચન-સંસિ પચેંદ્રિય પર્યાપ્તાને વિષે ચાર ભેદે બંધ છે. તે કયા? સાતને બંધ ૧, આઠને બંધ ૨, છને બંધ ૩, એકને બંધ ૪, તેમાં આયુ વજીને સાતને બંધ તે જઘન્યથી અંતર્મુહૂર્ણ લગે અને ઉત્કૃષ્ટ છ માસે ઉણા ૩૩ સાગરોપમ તે વળી અંતર્મુહૂર્ત ઊણ પૂર્વ કેડીને ત્રીજે ભાગે અધિક એટલે રહે, આઉખાને બંધકાળે આઠને બંધ તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત રહે. આઉખાને બંધકાળ અંતમુહૂર્ત હોય તે માટે.
આયુ અને મેહનીય વઈને સૂકમસંપરા છને બંધ હોય, તે જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત રહે. કેઈક જવ તિહાં એક સમય રહીને અનુત્તર વિમાને જાય; તિહાં અવિરતિ ગુણઠાણે અવશ્ય સાતને બંધક થાય, તે માટે છને બંધક જઘન્ય એક સમય રહે. સૂક્ષ્મ સંપરાયનું એટલું જ માન છે, પછી એકને બંધક થાય અથવા સાતને બંધક થાય; તથા તે છ માંહેથી પાંચ પ્રકૃતિના બંધને વ્યવછેટે એક સાતવેદનીયને બંધક હોય, તે જઘન્યથી એક સમય ઉપશમશ્રેણિએ હાય, ઉત્કૃષ્ટપણે દેશે ઊણું પૂર્વ કેડી લગે તેરમે ગુણઠાણે રહે. એ જીવ પહેલાથી રાતમાં ગુણઠાણ લગે સાત તથા આઠને બંધક, ત્રીજે, આઠમે, નવમે સાતને જ અંધક. દશમે છને બંધક, અને અગિયારમે. બારમે અને તમે એકને બંધક હોય, તથા સંપિચંદ્રિય પર્યાપ્તાને સત્તા અને ઉદય આશ્રયીને ત્રણ સ્થાનક હોય. તે એક સાતનું ૧; આઠનું ૨, ચારનું ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org