________________
૧૮૬
નારક ભવપ્રત્યય બાંધતા નથી તેથી “સુરાદિ” માં ગ્રહણ કરી
ઘબંધમાંથી જ કાઢી નાખી છે. બાકી રહેલી નપુંસકવેદ, મિથ્યાત્વ મોહનીય, હુંડક સંસ્થાન અને છેવ સંઘયણ–એ ચાર પ્રકૃતિએ મિથ્યાત્વનિમિત્તક બંધાય છે, અને સાસ્વાદન ગુણસ્થાનકે મિથ્યાત્વનો ઉદય નથી માટે ત્યાં બંધાતી નથી. તે સિવાય ૯૬ પ્રકૃતિઓ બંધાય છે.
ગાથા ૬ ઠ્ઠી :- “મિશ્રગુણઠાણે સિરોર બાધ” અનંતાનુબલ્પિ ચતુષ્ક, મધ્યસંસ્થાન ચતુષ્ક, મધ્ય સંવનન ચતુષ્ક. અશુભ વિહાયોગતિ, નીચગોત્ર, સ્ત્રીવેદ, દર્ભાગ્ય, દુઃસ્વર, અનાદેય. થીણદ્વિત્રિાક, ઉદ્યોત અને તિર્યચત્રિાક – આ પચીશ પ્રકૃતિ અનંતાનુબંધી કષાયના ઉદયથી બંધાય છે. અને મિશ્રગુણસ્થાનકે તેને ઉદય ન હોવાથી આ ૨૫ પ્રકૃતિઓને બીજા સાસ્વાદન ગુણસ્થાનકે અંત થાય છે તેથી મિશ્રગુણસ્થાનકે વર્ત તો કોઈપણ જીવ આયુષ્યને બંધ કરતું નથી. તેથી અહીં મનુષ્ય આયુષ્યનો પણ બંધ નથી. એટલે ૯૬ માંથી ૨૬ પ્રકૃતિઓ ઓછી કરતાં મિશ્રગુણસ્થાનકે નારકો ૭૦ બાંધે છે.
અવિરતિ..ત્યારે” અવિરતિ ગુણઠાણે વર્તતા કેટલાક નારકે સમ્યકત્વ નિમિત્તો જિનનામકર્મ બાંધે છે. અને મનુષ્યને પણ બંધ કરે છે.
“ખ્રભાદિનો આવ્યો તીર્થ કર ન થાય” પંકપ્રભા, ધૂમપ્રભા અને તમ પ્રભાને વિષે સમ્યકત્વ પ્રાપ્તિ છતાં પણ ક્ષેત્રના માહામે કરીને તથા પ્રકારના અધ્યવસાયનો અભાવ હોવાથી તીર્થકર નામકર્મનો બંધ ન થાય. કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે “પ્રથમ નરકને આવેલ ચક્રવર્તિ થાય. બીજી સુધી આવેલ વાસુદેવ થાય, ત્રીજી સુધીને આવેલ તીર્થકર થાય, ચોથી સુધીને આવેલ કેવલી થાય, પાંચમી સુધીને આવેલ યતિ થાય, છઠ્ઠી સુધીને આવેલ દેશવિરતિ થાય,
Jairt Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org