________________
ગાથા ૩–૪ થી ;- આ ગાથાઓમાં સંકેત દ્વારા સંક્ષેપથી બોધ થવા માટે પ૫ પ્રકૃતિઓને સંગ્રહ કરેલ છે. એટલે અમુકથી અમુક સુધી એમ આગલી ગાથાઓમાં જણાવશે પણ પ્રકૃતિ ગણાવશે નહીં. જેમકે “સુર એકોવિંશતિ” એટલે દેવદ્રિકથી માંડી આપ નામકર્મ સુધીની ઓગણીશ પ્રકૃતિઓ લેવી.
ગાથા ૫ “નારકીને ભવસ્વભાવેજ એ ઓગણીશન બંધ ન હોય” દેવદ્ધિક વગેરે ગણીશ મધ્યે સુરદ્રિક, વૈક્રિયદ્રિક, દેવાયું, - નરકગતિ, નરકાનુપૂર્વી અને નરકાયુ એ આઠ પ્રકૃતિ દેવતા અને નારકી પ્રાયોગ્ય છે. અને નારી મરીને દેવ કે નરકગતિમાં ઉત્પન્ન થાય નહી માટે તેનો બંધ ન હોય, તથા સૂક્ષ્મ નામ, અપર્યાપ્તનામ, અને સાધારણ નામ એ ત્રણ પ્રકૃતિ પણ ન બાંધે, કેમકે સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્તા તિર્યંચ તથા અપર્યાપ્તા મનુષ્ય અને સાધારણ વનસ્પતિકાયને વિષે નારકી મારીને ઉપજે નહી.
એકેદ્રિય જાતિ, સ્થાવરનામ અને આતપનામ એ ત્રણ એકેન્દ્રિય પ્રાયોગ્ય છે અને વિકલેન્દ્રિયત્રિક એ વિકલેન્દ્રિય પ્રાયોગ્ય છે. ' નારકી એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય નહી, માટે એ છે પ્રકૃતિ ન બાંધે. આહારદ્રિક ચારિત્રાના અભાવે બાંધે નહીં.
મિથ્યાત્વ ગુણઠાણે તીર્થકર નામના બંધ ન હોય” જિનનામનો બંધ સમ્યકત્વ પ્રાયોગ્ય છે. અને મિથ્યાત્વ ગુણઠાણે સમ્યકત્વ નથી માટે જિનનામ પણ ન બાંધે.
એ વિના છનું ૯૬ નો) બંધ હોય” કારણ કે નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, હુંડક સંસ્થાન, આતપનામ, છેવટું સંઘયણ, નપુંસકવેદ અને મિથ્યાત્વ મોહનીય એ સોળ પ્રકૃતિને બંધ મિથ્યાત્વ નિમિત્તક છે. તેમાં નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલાિક, એકેન્દ્રિય જાતિ, સ્થાવરનામ અને આતપ નામ એ બાર પ્રકૃતિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org