________________
૧૮૪
એમાંથી પસાર થાય છે. વિકાસ માર્ગની આ ક્રમિક અવસ્થાને ગુણસ્થાનક કહેવામાં આવે છે. આ ક્રમિક અસંખ્યાતી અવસ્થાને જ્ઞાનિએ ૧૪ ભાગમાં વિભાજિત કરેલ છે. આ ચૌદ વિભાગને જૈનશાસ્ત્રમાં ગુણસ્થાનક કહેવામાં આવે છે.
માણા અને ગુણસ્થાનકનુ' પરસ્પર અન્તર : માર્ગણાના વિચાર કર્મ-અવસ્થાના તરતમ ભાવના વિચાર નથી, પરંતુ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ભિન્નતાથી જવા ઘેરાયેલા છે. અને તેના વિચાર માર્ગણા દ્વારા થાય છે. જ્યારે ગુણસ્થાનકો ક -પટલેાના તરતમ ભાવને અને યોગોની પ્રવૃત્તિનિવૃત્તિને જણાવે છે.
માર્ગણા જીવના વિકાસક્રમને બતાવતી નથી. પણ એનાં સ્વાભાવિકૌભાવિક રૂપાનું અનેક પ્રકારથી પૃથક્કરણ કરે છે. જ્યારે ગુણસ્થાનકો જીવના વિકાસક્રમને બતાવે છે. અને વિકાસની ક્રમિક અવસ્થાનું વર્ગીકરણ છે. માર્ગણા સહભાવી છે. અને ગુણસ્થાનકો ક્રમભાવી છે. એટલે કે એકજ જીવમાં ચૌદે માર્ગ પ્રાપ્ત થઇ શકે છે. જ્યારે ગુણસ્થાનકો એક જીવમાં એકજ પ્રાપ્ત થઈ શકે છે. પૂર્વ પૂર્વ ગુણસ્થાનકોને છોડીને ઉત્તરોત્તર ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકાય છે. અને આધ્યાત્મિક વિકાસ વધારી શકાય છે, પરન્તુ પૂર્વ પૂર્વ માર્ગણાઓને છોડીને ઉત્તરોત્તર માર્ગણાઓ પ્રાપ્ત કરી શકાતી નથી. તેમજ તેથી આધ્યાત્મિક વિકાસની સિદ્ધિ થઈ શકતા નથી. તેરમા ગુણસ્થાનકે પહોંચેલ એટલે કે કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ જવમાં કાય સીવાય સર્વે માર્ગણાઓ હોય છે. પરંતુ ગુણસ્થાનક તો માત્ર એક તેરમું જ હોય છે. અન્તિમ અવસ્થા પ્રાપ્ત જીવમાં પણ ત્રણ-ચાર માર્ગણા છેાડીને બધી માર્ગણાઓ હોય છે, જ્યારે ગુણસ્થાનકોમાં ફક્ત ૧૪મું જ હાય છે. આ પ્રકારે માર્ગણા અને ગુણસ્થાનકોમાં પરસ્પર અન્તર છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org