________________
ॐ अहं नमः बन्धस्वामित्वनामा तृतीयः कर्मग्रन्थः
વિષય :- આ ક ગ્રંથમાં માર્ગણામાં ગુણસ્થાનકના અવતાર કરીને બન્ધસ્વામિત્વનું વર્ણન કરેલ છે. એટલે કે કી કી માર્ગણાઓમાં કેટલા કેટલા ગુણસ્થાનકોનો સંભવ છે, અને પ્રત્યેક માર્ગણાવતી જીવાની સામાન્યરૂપથી તથા ગુણસ્થાનકના વિભાગ અનુસાર કર્માં ~. ધન સમ્બન્ધિ કેટલી યે!ગ્યતા છે તેનું વર્ણન કરેલ છે.
માણા—ગુણસ્થાનનું પરસ્પર અન્તર
માણા :- સંસારમાં જીવા અનન્ય છે. દરેક જીવાનું બાહ્ય અને અભ્યન્તરજીવન જુદું જુદું હોય છે. શરીરના આકાર ઈન્દ્રિય, ૨ંગ, રૂપ, ચાલ, વિચારશક્તિ, મનેબલ, એ દરેક વિષયામાં જીવા એકબીજાથી ભિન્ન છે. આ ભેદને વિસ્તારક'જન્મ :~ઔદયિક, ઔપમિક, ક્ષાયેાપશમિક અને ક્ષાયિક ભાવાને લઈને તથા સહજ પાણિામિક ભાવને લઈ હોય છે. આ અનન્ત ભિન્નતાને જ્ઞાનિએ ચૌદ વિભાગમાં વિભાજિત કરેલ છે, અને એ ચૌદ વિભાગમાં અવાન્તર ભેદો ૬ર થાય છે. જીવાના બાહ્ય અને અભ્યન્તર જીવનના આ વિભાગાને માર્ગણા કહેવામાં આવે છે,
ગુણસ્થાન :–માહ અને અજ્ઞાનની પ્રગાઢતમ અવસ્થાને જ્ઞાતિઓ જીવની નીચલી અવસ્થા કહે છે. અને મેાહરહિત સમ્પૂર્ણ જ્ઞાનિ અવસ્થાને જીવાની ઉચ્ચતમ અવસ્થા અથવા મેાક્ષ કહે છે. નીચતમ અવસ્થામાંથી ધીમે ધીમે મેહના પડળને દૂર કરતે જીવ આગળ વધે છે, અને આત્માના રવાભાવિક જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણાને વિકસાવે છે. આ વિકાસમાર્ગમાં જીવ અનેક અવસ્થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org