SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તત્ત્વાધિગમ સૂત્ર ભૂત આત્માને પરિણામ તે ભાવબંધ. બંધનું વિવેચન આ ગ્રંથમાં આઠમા અધ્યાયમાં આવશે. (૫) સંવર:–આત્મામાં આવતા કર્મોને જે રેકે તે સંવર. સમિતિ, ગુપ્તિ આદિ દ્રવ્યસંવર છે. દ્રવ્યસંવરથી ઉત્પન્ન થતા આત્માના પરિણામ અથવા દ્રવ્યસંવરના કારણભૂત આત્માના પરિણામ તે ભાવસંવર છે. અથવા કર્મોનું આત્મામાં ન આવવું તે દ્રવ્યસંવર અને દ્રવ્યસંવરમાં કારણરૂપ સમિતિ-ગુપ્તિ વગેરે ભાવસંવર છે. સંવરનું વર્ણન આ ગ્રંથમાં નવમા અધ્યાયમાં આવશે. (૬) નિજ રાઃ–કર્મ પુદગલેનું આત્મપ્રદેશથી છૂટા પડવું એ દ્રવ્ય નિર્જરા ૯ અને દ્રવ્ય નિર્જરામાં કારણભૂત આત્માના શુદ્ધ પરિણામ અથવા દ્રવ્ય નિર્જરાથી ઉત્પન્ન થતા આત્માના શુદ્ધ પરિણામ તે ભાવ નિર્જરા છે. નિર્જરાતત્વનું વિશેષ વર્ણન આ ગ્રંથમાં નવમા અધ્યાયમાં આવશે. (૭) મેક્ષ –સઘળા કર્મોને ક્ષય એ દ્રવ્યમેક્ષ. દ્રવ્યમેક્ષમાં કારણભૂત આત્માના નિર્મળ પરિણામ અથવા દ્રવ્યમોક્ષથી થતા આત્માના નિર્મળ પરિણામ તે ભાવમોક્ષ છે. * * દ્રવ્યનિર્જરાના આંશિક અને સંપૂર્ણ એમ બે ભેદો છે. અમુક-ડા કર્મોને ક્ષય તે આંશિક કે દેa નિર્જરા છે. સઘળ કને ક્ષય એ સંપૂર્ણ કે સર્વ નિર્જરા છે. અહીં નિર્જરાતત્વમાં આંશિક નિર્જરાનો સમાવેશ થાય છે. સંપૂર્ણ નિર્જરાનો મેક્ષિતત્ત્વમાં સમાવેશ થાય છે. કારણ કે સઘળા કર્મોને ક્ષય એ મોક્ષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy