________________
શ્રી તવાર્થાધિગમ સૂત્ર.
ફરી વાર સમ્યક્ત્વ પામે ત્યારે કામલ્થિક મતે ત્રણ. પુંજ આદિ પ્રક્રિયા કરે નહિ, જ્યારે સૈદ્ધાતિક મતે ત્રણે, પુંજની પ્રક્રિયા કરે. [૩]
તોની સંખ્યા जीवाजीवाश्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ॥ १-४॥
જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજ રા અને મોક્ષ એ સાત તત્ત્વ છે.
આ ગ્રન્થમાં આ સાત તનું જુદી જુદી દષ્ટિએ. વર્ણન કરવામાં આવેલ છે.
(૧) જીવ –જે જીવે, પ્રાણેને ધારણ કરે તે જીવ.. પ્રાણુના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. પાંચ ઈન્દ્રિયે ત્રણ યોગ (મનવચન-કાયા), શ્વાસે છૂવાસ અને આયુષ્ય એ દશ દ્રવ્યપ્રાણ છે. આત્માના જ્ઞાન-દર્શન આદિ સ્વાભાવિક ગુણે એ ભાવપ્રાણ છે. સંસારી જીને બંને પ્રકારના પ્રાણુ હોય છે. મુક્ત (સિદ્ધ) જીવોને કેવળ ભાવપ્રાણ હેય છે. આ ગ્રંથમાં બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયમાં જુદી જુદી દષ્ટિએ મુખ્યપણે જીવતત્વનું વર્ણન કરવામાં આવશે.
(૨) અજીવ –જે પ્રાણરહિત હોય, અર્થાત્ જડ હોય તે અજીવ.અજીવ-તત્વના ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલ એમ પાંચ ભેદ છે. તેમાં પુદ્ગલરૂપી છે–વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત છે. જ્યારે ધર્માસ્તિકાય આદિ અરૂપી છે–વર્ણાદિ રહિત છે. રૂપી દ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org