________________
૨૪.
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર કમંદલિકોને શુદ્ધ કરે છે. આથી તે દલિકેના ત્રણ પુંજે બને છેક ૧ શુદ્ધપુંજ, ૨ અર્ધશુદ્ધપુંજ, ૩ અવિશુદ્ધપુંજ. આ ત્રણ પુંજનાં ત્રણ નામ પડે છે. શુદ્ધપુંજનું સમ્યક્ત્વ મોહનીય કર્મ, અર્ધશુદ્ધપુંજનું મિશ્ર મેહનીય કર્મ અને અવિશુદ્ધપુંજનું મિથ્યાત્વ મેહનીય કર્મ નામ છે. જેમ નશે પેદા કરનાર કેદરાને શુદ્ધ કરતાં તેમાંથી કેટલેક ભાગ શુદ્ધ થાય છે, કેટલેક ભાગ અર્ધશુદ્ધ થાય છે અને કેટલેક ભાગ અશુદ્ધ જ રહે છે, તેમ અહીં મિથ્યાત્વના દલિતેને શુદ્ધ કરતાં કેટલાક દલિકે શુદ્ધ થાય છે, કેટલાક અર્ધશુદ્ધ થાય છે અને કેટલાક અશુદ્ધ જ રહે છે. શુદ્ધ દલિકે એ શુદ્ધપુંજ, અશુદ્ધ દલિકે એ અર્ધશુદ્ધપુંજ અને અશુદ્ધ દલિકે એ અશુદ્ધપુંજ.
અંતરકરણને કાળ સમાપ્ત થતાં જે શુદ્ધ પુજન અર્થાત્ સમ્યક્ત્વ મેહનીયને ઉદય થાય તે જીવ ક્ષાયોપથમિક સમ્યક્ત્વ પામે છે. અશુદ્ધપુંજને અર્થાત્ મિશ્રમેહનીયન ઉદય થાય તે મિશ્ર સમ્યક્ત્વ પામે છે અને અશુદ્ધપુંજને અર્થાત મિથ્યાત્વ મોહનીયને ઉદય થાય તે મિથ્યાત્વ પામે છે.
સમ્યકૃત્વ મેહનીય આદિ ત્રણ કર્મોને અર્થ આઠમા અધ્યાયના દશમા સૂત્રમાં સમજાવવામાં આવશે.
સમ્યકત્વપ્રાપ્તિ અંગે અહીં બે મત છેઃ કાર્મગ્રંથિક અને સૈદ્ધાતિક કાર્મગ્રંથિક મતે જીવ સૌથી પ્રથમવાર જ્યારે સમ્યકત્વ પામે ત્યારે પથમિક સમ્યકત્વ જ પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org