________________
પ્રથમ અધ્યાય
મિથ્યાત્વની સ્થિતિની ઉપર અંતર્મુહૂર્ત કાલ પ્રમાણ અંતરકરણ કરે છે.
અંતરકરણ એટલે મિથ્યાત્વના કર્મલિક વિનાની સ્થિતિ, અર્થાત્ ઉદયક્ષણથી અંતર્મુહૂર્ત સુધીની મિથ્યાત્વની સ્થિતિ થી ઉપરની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલિજેને ત્યાંથી લઈ લે છે અને એ સ્થિતિને ઘાસ વિનાની ઉખર ભૂમિની જેમ મિથ્યાત્વકર્મના દલિક વિનાની કરે છે. મિથ્યાત્વકર્મના દલિકથી રહિત અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિને અંતરકરણું કહેવામાં આવે છે.
અંતરકરણ થતાં મિથ્યાત્વ કર્મની સ્થિતિના બે વિભાગ થાય છે. એક વિભાગ અંતરકરણની નીચેની સ્થિતિને અને બીજો વિભાગ અંતરકરણની ઉપરની સ્થિતિને. તેમાં પ્રથમ સ્થિતિમાં-અંતરકરણની નીચેની સ્થિતિમાં મિથ્યાત્વનો ઉદય હોવાથી જીવ મિચ્છાદષ્ટિ છે. આ સ્થિતિને કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અંતમુહૂર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિ સમાપ્ત થતાં અંતરકરણ શરૂ થાય છે. અંતરકરણના પ્રથમ સમયથી જ જીવ ઓપશમિક સમ્યક્ત્વ પામે છે. કારણ કે અંતરકરણમાં મિથ્યાત્વનાં દલિકે ન હોવાથી મિથ્યાત્વકર્મના ઉદયને અભાવ છે. જેમ દાવાનલ સળગતાં સળગતાં ઉખર ભૂમિ પાસે આવે છે ત્યારે શાંત થઈ જાય છે તેમ મિથ્યાત્વકર્મ અંતરકરણ પાસે આવતાં શાંત થઈ જાય છે.
અંતરકરણમાં રહેલે જીવ મિથ્યાત્વ મેહનીયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org