________________
૨૦
શ્રી તરવાથધિગમ સૂત્ર બુદ્ધિના વિકાસની સામગ્રી જ મળતી નથી. એ જ પ્રમાણે જાતિભવ્ય જીવમાં મેક્ષ પામવાની યેગ્યતા હોવા છતાં તેમને મોક્ષ પામવાની સામગ્રી ક્યારે ય મળતી નથી. આથી અહીં આપણે જાતિભવ્ય જીવે અંગે પણ વિચાર કરવાની આવશ્યક્તા નથી. અભવ્ય જ સામગ્રી મળવા છતાં મેક્ષ ન પામે, જ્યારે જાતિભવ્ય જીને મોક્ષ પામવાની સામગ્રી જ ન મળે.
હવે આપણે ભવ્ય જે અંગે વિચારણા કરીએ. દરેક ભવ્ય જીવમાં ભવ્યત્વ–મેક્ષ પામવાની ચેગ્યતા હોવા છતાં સમાન–એક જ સરખી નથી હોતી. દરેક જીવમાં યોગ્યતા ભિન્ન-ભિન્ન હોય છે. દરેક જીવની વ્યક્તિગત યેગ્યતા જુદી જુદી હોય છે. દરેક જીવની મેક્ષ પામવાની વ્યક્તિગત ગ્યતા એટલે જ તથાભવ્યત્વ. દરેક જીવની મેક્ષ પામવાની વ્યક્તિગત ગ્યતા જુદી જુદી હેવાથી દરેકનું તથાભવ્યત્વ પણ જુદું જુદું હોય છે.
આંબાના ઝાડમાં ૫૦૦ કેરીઓ છે. તે દરેક કેરીમાં પાકવાની યેગ્યતા છે. છતાં તે બધી કેરીઓ એક સાથે પાકતી નથી. અમુક કેરીઓ પાંચ દિવસે પાકે છે. અમુક કેરીઓ છ દિવસે પાકે છે, તે કઈ કેરીઓને પાકતાં તેથી પણ વધારે દિવસે લાગે છે. કેઈ કેરીઓ ઝાડ ઉપર જ પાકી જાય છે. તે અમુક કેરીએ ઘાસમાં પાકે છે. તે જ પ્રમાણે દરેક જીવમાં તથાભવ્યત્વ–મેક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. કેઈ જીવ આદિનાથ ભગવાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org