________________
પ્રથમ અધ્યાય
શાસનમાં મેક્ષ પામે છે. તે કઈ જીવ અન્ય તીર્થકરના શાસનમાં મેક્ષ પામે છે. કેઈ જીવ ઉત્સર્પિણી કાલમાં, તે કઈ જીવ અવસર્પિણી કાલમાં મોક્ષ પામે છે. કેઈઆલેચના લેતાં, કેઈ ભક્તિ કરતાં, કેઈ પશ્ચાત્તાપ કરતાં, કઈ અનિત્યાદિ ભાવનાનું ચિંતન કરતાં કેવળજ્ઞાન પામી મોક્ષ સાધે છે. કોઈ તીર્થકર રૂપે, કોઈ ગણધર રૂપે, કેઈ સામાન્ય કેવળી રૂપે મેક્ષ પામે છે, આમ ભિન્ન ભિન્ન રીતે મેક્ષ પામવામાં કારણ તે તે જેનું પિતાનું આગવું તથાભવ્યત્વ છે.
દરેક જીવમાં તથાભવ્યત્વ ભિન્ન ભિન્ન હોવાથી સમ્યગ્દર્શન -આદિ ગુણો પણ ભિન્નભિન્ન રીતે ભિન્નભિન્ન હેતુઓથી પ્રાપ્ત થાય છે. આથી કઈ જીવને નિસર્ગથી અને કેઈ જીવને અધિગમથી સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે. જે જીવનું જેવા પ્રકારનું તથાભવ્યત્વ હોય તે જીવને તે રીતે મોક્ષના સાધનભૂત સમ્યગ્દર્શન આદિ ગુણની અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
સમ્યકત્વના ભેદ–ઔપથમિક, ક્ષાયિક, લાયોપશમિક, વેદક અને સાસ્વાદન–એમ સમ્યકત્વના પાંચ ભેદે છે. જીવ જ્યારે પહેલી વાર સમ્યકત્વ પામે છે ત્યારે ઔપથમિક સમ્યકત્વ પામે છે.
ઔપથમિક સમ્યકત્વની પ્રાપ્તિનો ક્રમ સંસારસમુદ્રમાં અનંત પુદ્ગલપરાવર્તી સુધી અનંત દુઃખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org