________________
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર સુખ દુઃખ સ્વરૂપ જ છે. કારણ કે વિષય સુખનો અનુભવ કરવા છતાં દુઃખના સંસ્કારની નિવૃત્તિ નથી થતી, બલ્ક તેની વૃદ્ધિ થાય છે. મજૂર થાક લાગવાથી એક ખભા ઉપર રહેલા ભારને અન્ય ખભા ઉપર નાખે છે, તે શું તેને ભાર દૂર થાય છે? બસ એ જ પ્રમાણે વિષય સુખના ઉપભેગથી દુઃખ દૂર થયાને આભાસ થાય છે, પણ વાસ્તવિક રીતે દુઃખ દૂર થતું જ નથી. આથી વિષયસુખ એ દુઃખ રૂપ જ છે.
ગુણવૃત્તિ વિરોધથી દુઃખ –ગુણવૃત્તિ એટલે ગુણેની વૃત્તિ, ગુણોનું પરિણામ-કાર્ય. સત્વ, રજસ્ અને તમસૂ એ ત્રણ ગુણે છે. સુખ, દુઃખ અને મેહ એ ત્રણ અનુક્રમે સત્વ, રજસ્ અને તમસૂ એ ત્રણે ગુણના પરિણામ –વૃત્તિ છે. આથી સુખ, દુઃખ અને મોહ એ ત્રણ ગુણવૃત્તિ છે. સત્ત્વગુણનું પરિણામ-કાય સુખ છે. રજોગુણનું પરિણામ દુઃખ છે. તમે ગુણનું પરિણામ મેહ છે. સુખ, દુઃખ અને મેહ એ ત્રણ ગુણવૃત્તિઓ પરસ્પર વિરુદ્ધ હોવા છતાં સાથે જ રહે છે. આ ત્રણે ગુણવૃત્તિઓ પરસ્પર વિરુદ્ધ છે, એટલે કે પરસ્પર અભિભાવ્ય-અભિભાવક ભાવ છે. આથી જ્યારે જે ગુણવૃત્તિ ઉદુભૂત-પ્રગટ બને છે તે ગુણવૃત્તિ અન્ય ગુણવૃત્તિને અભિભવ કરે છે. જ્યારે પુણ્યની પ્રબળતાથી સુખ રૂ૫ ગુણવૃત્તિ ઉભૂત બને છે, ત્યારે દુઃખરૂપ ગુણવૃત્તિને
અભિભવ-તિભાવ થાય છે, પણ દુઃખવૃત્તિને સર્વથા નાશ - નથી થતા. આથી સુખરૂપ ગુણવૃત્તિ વખતે દુઃખરૂપ - ગુણવૃત્તિ પણ રહેલી જ હોય છે, માત્ર અભિભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org