SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર ત્યારે તેની દુઃખમય સ્થિતિ જોઈને કયા સહૃદય વિદ્વાનનું હૃદય કરુણાથી નથી છલકાઈ જતું? બસ એ જ પ્રમાણે જીવ ક્ષણિક વિષય સુખના આહૂલાદથી પરિણામે અનંત દુઃખના દરિયામાં ડુબી જાય છે. આથી ક્ષણિક વિષય સુખના આનંદથી પરિણામે દુઃખ જ મળે છે. કારણ કે (૧) જેમ જેમ ભૌતિક સુખનાં સાધનોનો ભંગ ઉપભેગ થાય છે તેમ તેમ તૃષ્ણા વધતી જાય છે. વધતી તૃષ્ણને સંતેષવા પુણ્યના અભાવે સુખનાં સાધને ન મળવાથી દુઃખ વધતું જ જાય છે. (૨) ભેગ-ઉપગ કાળે રાગ થવાથી અશુભ કર્મોને - બંધ થાય છે. એ અશુભ કર્મોના ઉદય કાળે અત્યંત દુઃખને - અનુભવ થાય છે. (૩) વસ્તુને મેળવવા હિંસા આદિ પાપનાં કાર્યો કરવાં પડે છે. એ પાપનાં કાર્યોથી અશુભ કર્મોને બંધ, એ કર્મોના વિપાક કાળે દુખ. (૪) લેભથી વધારે ભેગા કરવાથી વ્યાધિ, અપકીર્તિ આદિનું દુઃખ. (૫) ભેગમય જીવન બની જવાથી પરલેકની સાધના ન થઈ શકે એથી પરલોકમાં દુઃખ. તાપથી દુઃખ –-વિષય સુખને અનુભવ તે તેના સાધન મળે ત્યારે થાય, પણ તે પહેલાં જ એ વિષય Jain Education International For Private & Personal Use Only For Private www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy