________________
પ્રથમ અધ્યાય
परिणामाच्च तापाच्च संस्काराच्च बुधैर्मतम् । गुणवृत्तिविरोधाच्च दुःखं पुण्यभवं सुखम् ॥
(અધ્યા. આત્મા શ્લોક-૬૬) પુણ્યથી પ્રાપ્ત થતું સુખ પણ પરિણામ, તાપ, સંસ્કાર અને ગુણવૃત્તિ વિરોધ એ ચાર હેતુઓથી દુઃખરૂપ જ છે.
પરિણુમથી દુઃખ :-અતિથિના ભેજન માટે પુષ્ટ થતા બકરાની શી દશા થાય છે એ જાણે છે? એ બકરાને પુષ્ટિકારક રાક આપીને એવો તે હૃષ્ટપુષ્ટ બનાવવામાં આવે છે કે એને જોઈને અન્ય પશુઓને ઈર્ષ્યા થાય છે. પણ અતિથિ આવતાં તેની કરુણ દશા થાય છે. તેના સંપૂર્ણ શરીરના ટુકડે ટુકડા કરીને તેના માંસમાંથી અતિથિ માટે ભેજન તૈયાર થાય છે. પુષ્ટિકારક ખેરાકના ભેજનથી મળેલા ક્ષણિક સુખનું પરિણામ કેવું ભયંકર છે. કસાઈને ત્યાં પુષ્ટ થતા પાડાની પરિણામે થતી કરુણ સ્થિતિને કેણ, નથી જાણતું ?
શરીરના ખરાબ લેહીનું પાન કરીને પુષ્ટ બનેલ જળની કેવી કરુણ દશા? શરીરનું લેહી પીને પુષ્ટ બનેલ જળોને જ્યારે નીચેાવવામાં આવે છે ત્યારે કેટલું દુઃખ ? દર્દીના શરીરમાંથી અશુદ્ધ લેહીને કાઢવા વૈદ્યો જળને ઉપયોગ કરે છે. શરીર પર જળો મૂકવાથી તે શરીરના અશુદ્ધ લેહીનું પાન કરીને પુષ્ટ બને છે. પણ જ્યારે તેના શરીરમાંથી લેહી કાઢી નાખવા તેને નીચેાવવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org