________________
૬પ૬
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સિદ્ધ ન જ થઈ શકે. ઉત્સર્ષિણીમાં બીજા, ત્રીજા અને ચે થાય આરામાં જન્મેલ જીવ સિદ્ધ થાય છે. સંહરણથી સર્વકાળમાં સિદ્ધ થાય છે.
() ગતિ –કઈગતિમાંથી સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાન કાળની દષ્ટિએ સિદ્ધિ ગતિમાં સિદ્ધ થાય. ભૂત-- કાળને આશ્રયીને અનંતર ગતિ અને પરંપર ગતિ એમ એ રીતે વિચાર થઈ શકે છે. અનંતર ગતિની દષ્ટિએ મનુષ્યગતિમાંથી જ સિદ્ધ થાય છે. પરંપર ગતિએ ચારેય ગતિમાંથી સિદ્ધ થાય છે. અર્થાત રકાદિ ગમે તે ગતિમાંથી મનુષ્ય ગતિમાં આવીને સિદ્ધ થઈ શકે છે.
(૪) લિંગઃ-પુરુષ આદિ કયા કયા લિંગે સિદ્ધ થાય તેની વિચારણા. સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણ લિંગ છે. વર્તમાનકાળની દૃષ્ટિએ લિંગ રહિત જીવ સિદ્ધ થાય છે. ભૂતકાળને આશ્રયીને અનંતર લિંગ અને પરંપર લિંગ એમ. બે રીતે વિચારણા થઈ શકે છે. આ બંને પ્રકારના લિંગની દૃષ્ટિએ ત્રણે લિંગથી સિદ્ધ થાય છે. અર્થાત્ પૂર્વભવમાં ગમે તે. લિંગવાળો જીવ વર્તમાન ભવમાં ગમે તે લિંગે સિદ્ધ થઈ શકે છે. અથવા દ્રવ્યલિંગ અને ભાવલિંગ એ બે લિંગની દષ્ટિએ આ કારની વિચારણા થઈ શકે. દ્રવ્યલિંગના ત્રણ ભેદ છે.
૧. અવસર્પિણમાં ત્રીજા અને ચોથા આરાના ૮૯ ૫ખવાડિયા બાકી રહે ત્યારે અનુક્રમે પહેલા અને છેલ્લા તીર્થકર નિર્વાણ પામે છે. ઉત્સર્પિણીમાં ત્રીજા અને ચોથા આરાના ૮૯ ૫ખવાડિયા લાવ્યતીત થાય ત્યારે અનુક્રમે પહેલા અને દેહલા તીર્થકર જન્મે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org