________________
રામે અધ્યાય
-
૬૫૫
થાય છે. ભૂતકાળને આશ્રયીને જન્મ અને સંહરણ એ બે દષ્ટિએ વિચારણા થઈ શકે છે. (૧) જન્મથી–પંદર કર્મભૂમિમાં જન્મેલા જ સિદ્ધ થાય છે. (૧) સંહરણથી– અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં સિદ્ધ થાય છે. સંહરણ એટલે જીવને એક સ્થાનથી લઈ બીજા સ્થાને મૂક. દેશ વિરતિ અને પ્રમત્ત સંયતનું સંહરણ થાય છે. કેઈના મતે અવિરત સમ્યગદષ્ટિનું પણ સંહરણ થાય છે સાવી, અવેદી, પરિ, હારવિશુદ્ધિ સંયત, પુલાક, ચૌદપૂર્વધર, આહાર, શરીરી અને અપ્રમત્ત સંયત એ સાતનું સંહણ થતું જ નથી.
(૨) કાળઃ-કયા કાળે સિદ્ધ થાય એની વિચારણા. વર્તમાનકાળની દષ્ટિએ અકાળે સિદ્ધ થાય છે. કારણ કે વર્તમાનકાળની દૃષ્ટિએ જીવ સિદ્ધિ ક્ષેત્રમાં સિદ્ધ થાય છે. ત્યાં કાળ નથી. ભૂતકાળને આશ્રયીને પૂર્વ મુજબ જન્મ અને સંહરણ એ બે દૃષ્ટિ એ વિચારણા થઈ શકે છે. જન્મથી અવસર્પિણ, ઉત્સર્પિણ અને અવસર્પિણ–ઉત્સર્પિણ રહિત એ ત્રણેય કાળમાં જન્મેલા સિદ્ધ થઈ શકે છે. આ સામાન્યથી વિચાર થયો. વિશેષ વિચાર કરતાં અવસર્પિણીમાં ત્રીજા આરાના સંખ્યાતા વર્ષો બાકી હોય ત્યારે અને ચેથા આશમાં જન્મલ જી સિદ્ધ થાય છે. એટલે પહેલા અને બીજા આરામાં, ત્રીજા આરાના અતિમ સંખ્યાતા વર્ષ સિવાયના કાળમાં, તથા પાંચમા અને છઠ્ઠા આરામાં જન્મેલા જ સિદ્ધ થતા નથી. ચોથા આરામાં જન્મેલા પાંચમા આરામાં સિદ્ધ થઈ શકે છે, પણ પંચમા આરામાં જન્મેલા પાંચમા આરામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org