________________
પ્રથમ અધ્યાય
તે તે વસ્તુના ભાગ--ઉપભોગથી સુખને-આનંદના અનુભવ કેમ થાય છે?
ઉત્તર :-મેહવશ જીવાને વિષચેપલેગની ઉત્સુકતા જાગે છે, એથી જ્યાં સુધી વિષયેાપભેગ નથી થતા ત્યાં સુધી મનમાં અતિ રહ્યા કરે છે, જ્યારે વિષયાપભાગ થાય છે ત્યારે વિષયાપભાગની ઉત્સુક્તાના કારણે જાગેલી અરિતના ઘેાડા ટાઈમ માટે અભાવ થાય છે. આમ શબ્દાદિ સાધના સુખ નથી આપતા, કિંતુ જાગેલી અરતિના માત્ર પ્રતિકાર કરે છે. એથી જીવાને અતિ રૂપ દુઃખના અભાવ થાય છે. આ દુઃખાભાવમાં સુખને ઉપચાર કરવામાં આવે છે. દા. ત. ખૂજલીવાળા મનુષ્યને ચળ આવે છે, એથી શરીરને ખણવાની ઇચ્છા થાય છે. જો એ પેાતાના શરીરને ખણે નહિં, તે તેના મનમાં અતિ-ઉદ્વેગ ઉત્પન્ન થાય છે. આથી તે શરીરને ખણીને અતિના પ્રતીકાર કરે છે. છતાં તે કહે છે કે શરીરને ખણવાથી મને સુખના અનુભવ થાય છે. તમે જ કહેા કે એક નીરેગી માણસ શરીરને ખંજવાળત નથી, જ્યારે ખૂજલીવાળા માણસ પેાતાના શરીરને ખંજવાળે છે–તે આ એમાં કાણુ સુખી ? જો ખંજવાળવાથી વાસ્તવિક સુખ ઉત્પન્ન થતુ હાય તેા જે નથી ખંજવાળતા તે દુઃખી હાવા જોઇએ. પણ તેમ છે નહિ. એટલે કહેવુ જ પડશે કે ખૂજલીવાળાને ખંજવાળથી ઉત્પન્ન થતું સુખ વાસ્તવિક સુખ નથી, કિન્તુ અરતિના પ્રતિકાર હાઈ દુ:ખાભાવમાં સુખના ઉપચાર થવાથી ઔપચારિક સુખ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org